1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી થાય લેન્ડફોલ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ ,અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી
ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી થાય લેન્ડફોલ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ ,અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી થાય લેન્ડફોલ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ ,અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

0
Social Share
  • ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી લેન્ડફોલ 
  • હવામન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યું

અમદાવાદઃ- ચક્રવાત બિપરજોયે તબાહી મચાવી છે,દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ થી રહ્યો છે ત્યારે હવે ગુજરાતના દ્રારકામાં આ વાવાઝોડું લેન્ડફોલ નહી થાય પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે,અહીના દરિયાકાંઠા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પુરતી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે તો તમામ દરિયાકાઠાઓ પણ મુલાકાતીઓ બંદ રાખવામાં આવ્યા છે લોકોને ઘરની અંદર રહેવાની સૂચના અપાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જો દ્રારકા વિશે માહિતી મેળવીએ તોચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે દ્વારકામાં લેન્ડફોલ કરે તેવી શક્યતા હવે જોવા મળતી નથી. અત્યાર સુધીમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 4 હજાર 500 લોકોને વિવિધ આશ્રય સ્થાનોમાં ખડેવામાં આવ્યા છે.આ સહીત એનડીઆરએફની એક-એક ટીમ દ્વારકા અને ઓખામાં તૈનાત છે. આ સિવાય એસડીઆએફ અને આર્મીની ટીમ પણ તૈનાત કરાઈ છે.

ટક્વાતની ગંભીરતાને જોતા પશ્ચિમ રેલ્વેએ સાવચેતીના પગલા તરીકે ચક્રવાત-સંભવિત વિસ્તારોમાંથી પસાર થતી ઓછામાં ઓછી 67 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. રદ કરાયેલી કેટલીક ટ્રેનોમાં ઓખા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ, વેરાવળ-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ, ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ, અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ, પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ સમાવેશ પામે છે.

આ સહીત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવના હોવાથી ભારતીય હવામાન વિભાએ શુક્રવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશોમાં વરસાદની રેડ એલર્ટની ચેતવણી જારી કરી છે અને માછીમારોને દરિયામાં જવાની સલાહ આપી છે.

ચક્રવાત બિપરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર પાસે માંડવી અને કરાચી -પાકિસ્તા  વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code