નખને સુંદર બનાવે છે ડાર્ક રંગની નેઈલ પેઈન્ટ,જાણો કયા કલરની નેઈલ પેઈન્ટ રંગવાથી તમારા નખ બને છએ આકર્ષક
- નખને સુંદર બનાવો ડબલ નેઈલ પોલિશથી
 - બે કલરની નેઈલપેન્ટ તમારા નેઈલની શોભા વધારે છે
 
સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે અનેક પ્રયત્નો કરતી રહેતી હોય છે, આભુષણોથી લઈને મેકણપ સુધી સ્ત્રીઓની સુંદરતા સમાયેલી હોય છે, દરેક યુવતી ઈચ્છે છે કે તે પોતે આકર્ષિત દેખાઈ અને સ્ટાઈલિશ બને. આ માટે તેઓ પાતાના વાળથી લઈને હાથ ,પગ અને નખની ખૂબ કાળજી લે છે, અને તેના માટે અવનવા પ્રયોગ પણ કરે છે, ત્યારે નખની સુંદરતા વધારવા માટે નેઈલ પોલિશ એ ઉત્તમ સાધન ગણાય છે, નેઈલ પેઈન્ટ થકી તમે તમારા નખને તો સુંદર બનાવો જ છો તેની સાથે સાથે તમારા હાથ પમ સુંદર અને આકર્શિત બને છે.
ખાસ કરીને આજકાલ બે કલરની નેઈલ પેઈન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જાર્ટ અને લાઈટ એમ બે કલરથી રંગવામાં આવતા નખ ખૂબ જ શાનદાર અને આકર્શષિત લાગ છે,તો ચાલો જાણીએ કયા બે કલરનું કોમ્બિનેશન તમારા નખની શોભામાં વધુ વધારો કરે છે.
જાણો નેઈલ પેઈન્ટના સુંદર રંગો
પિંક સાથે પર્પલ
નખને તમે જો બેઝમાં પિંત રંગો છો અને તેના ઉપર પર્પલ કલરથી અનેક ડિઝાઈન બનાવો છો અથવા તો અડધો નખ પર્પલ ્ને અડધો પિંક રંગશો તો પણ તમારા નખ આકર્ષિત અને સુંદર લાશે, આ સાથે જ તમે ક્રોસમાં પણ બે કલરથી નખ રંગી શકો છો.
વ્હાઈટ સાથે બ્લેકઃ
આ કોમ્બિનેશન એવરગ્રીન છે, તમને પાર્ટી લૂકમાં હોવ ત્યારે બ્લેક બેજથી નખ રંગીને તેના પર વ્હાઈટ નેઈલ પેઈન્ટથી કોી પણ ડિઝાઈ અથવા તો ડોટ કરીને નખને સુંદર બનાવી શકો છો.
સિલ્વર અને બ્લેક
સિલ્વર ખૂબ કોમન નેઈલપેઈન્ટ છે પરંતુ જો તેના ઉપર તમે બ્લેક નેRલ પેન્ટથી ડોટ, લાઈન કે રાઉન્ટ કરશો તો તમારા નખને ડિઝાનર બનાવી શકો છો અને નખની સુંદરતામાં વધારો કરી શકો છો
વ્હાઈટ અને રેડ
આ બન્ને કલરનો ઉપયોગ તમે વેલેન્ટાઈન ડે જેવા પ્રસંગે ખાસ રીતે કરી શકો છો, આ બન્ને કલરથી રંગેલા નખ ખૂબજ એક્ટ્રક્ટિવ લાગે છે,જે તમારપી હાથનો દેખાવ પણ સુંદર બનાવે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												



	

