
તડકાથી બચવા માટે ક્રીમ લગાવ્યા પછી સ્કીનમાં ડાર્કનેશ દેખાય છે? તો હોઈ શકે આ કારણ
- ઉનાળામાં ગરમીની અસર
- સનસ્ક્રીન લગાવ્યા બાદ પણ ચહેરો બેઅસર
- સ્કીન કાળી દેખાય છે તો આવું કેમ થાય છે? જાણો
ઉનાળાના સમયમાં તકડાથી બચવા માટે મોટા ભાગના લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને મહિલા કે જે જ્યારે પણ બહાર નીકળે છે તડકામાં ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. પણ એવું ઘણીવાર જોવા પણ મળ્યું છે કે સનસ્ક્રીનનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરા ડલ દેખાય છે અને ડાર્કનેસ પણ જોવા મળે છે. આ બાબતે જાણકારો દ્વારા ખાસ માહિતી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે તેણે ઉપયોગ કરવાની રીત બદલવી જોઈએ.
જાણકારોના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિની ત્વચા ઓઈલી છે તો તેને કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે ઓઈલી સ્કીન ધરાવતા વ્યક્તિને આ પ્રકારની ક્રીમ અસર કરતી નથી અને તે નીકળી જાય છે. તો આ પ્રકારના વ્યક્તિએ અલગ પ્રકારની સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તે તડકાની અસરથી બચી શકે,
સનસ્ક્રીનનો તમારી સ્કીનને તડકાથી ત્યારે બચાવશે જ્યારે તમે તેનો યોગ્ય ઉપયોગ કરો, એટલે કે ઘરની બહાર નીકળવાના 30 મીનીટ પહેલા સનસ્ક્રીન લગાવવી જોઈએ જેથી કરીને તે સ્કીન પર અસરકારક રહે.
ઉલ્લેખનીય છે કે તડકાથી બચવા લોકો અનેક પ્રકારના નુસ્ખાઓનો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં આ માટે અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે પરંતુ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે.