1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સિનેમાના જનક એવા દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો
ભારતીય સિનેમાના જનક એવા  દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

ભારતીય સિનેમાના જનક એવા દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

0
Social Share
  • દાદા સાહેબ ફાળકેની આજે પુણયતિથી
  • બોલિવૂજના પિતામહ તરીકે મળેવી છે ઓળખ
  • ફિલ્મ એવોર્ડ તેમના નામે અપાય છે

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ  ગણાતા એવા દાદા સાહેબ ફાળકે કોઈની ઓળખના મોહતાઝ નથી, તેઓ દુનિયામાંથી ગયા બાદ પણ આજે સૌ કોઈના દિલમાં રાજ કરે છે આજે 16 ફેબ્નીરુઆરીના રોજ તેમની પુણ્યતિથી છે.

જો કે દાદા સાહેબનું ફઇલ્મ જગત  સાથે કાયમ માટે જોડાયેલું છે  તેમનીયાદીમાં જ ભારત સરકાર દ્વારા ફિલ્મો-મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારને દાદા સાહેબ ફાળકા પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી જે આજ દિન સુધી આપવામાં આવે છે.

તેમની ઓળખ  ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે થાય છે.  તેમનો જન્મ 30 એપ્રિલ 1870ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. અને  16 ફેબ્રુઆરી 1944ના રોજ અવસાન થયુ હતુ. તેમની યાદમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1969થી ફિલ્મો-મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારને દાદા સાહેબ ફાળકા પુરસ્કાર  આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ કહેવાયા

તેમનું સાચું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે હતું. 1890 માં J. J. સ્કુલ ઓફ આર્ટ માંથી ચિત્રકામ શીખ્યા પછી, દાદા સાહેબ ફાળકેએ બરોડાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા ભવનમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાંથી તેમણે મૂર્તિકળા, ઈજનેરી, ચિત્રકળા અને ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવ્યું.

દાદાસાહેબ ફાળકેએ 1913માં પહેલી ભારતીય ફૂલ લેન્થ ફિચર ફિલ્મ- રાજા હરિશ્ચંદ્રનું નિર્દેશન કર્યું હતું.રાજા હરિશ્ચંદ્રથી શરૂ થયેલી તેમની ફિલ્મી કારકિર્દી 19 વર્ષ સુધી ચાલી. રાજા હરિશ્ચંદ્રની સફળતા બાદ તેમની ફિલ્મી કારકિર્દીમાં 95 ફિલ્મો અને 26 ટૂંકી ફિલ્મો બનાવી હતી. દાદા સાહેબ ફાળકેની શ્રેષ્ઠ ફિલ્મોમાં મોહિની ભસ્માસુર (1913), સત્યવાન સાવિત્રી (1914), લંકા દહન (1917), શ્રી કૃષ્ણ જન્મ (1918) અને કાલિયા મર્દન (1919)નો સમાવેશ થાય છે

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code