1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માનવતાનું મોત:બાવળા હાઈવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી
માનવતાનું મોત:બાવળા હાઈવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી

માનવતાનું મોત:બાવળા હાઈવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી

0
Social Share
  • હાઇવે પરથી તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી
  • કોઈ અજાણ્યો ઇસમ રસ્તા ઉપર મૂકી થયો ફરાર
  • CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પરથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. કોઇ અજાણી વ્યકિતએ આ તાજી જન્મેલી બાળકીને રસ્તા પર મૂકીને ફરાર થયો હતો. સ્થાનિક દ્વારા 108 ને જાણ કરાતા 108 ઘટનાસ્થળે પહોંચી હતી.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નજીકમાં આવેલા મેટરનીટી હોમની તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી તે પણ જાણકારી મળી રહી છે કે આ બાબતે પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે અને થોડા સમયમાં પોલીસ ગુનેગારને ઝડપી લે તેવી શક્યતાઓ છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code