
ટેન્ટમાં ભગવાન રામના દર્શન કરવાની દશકાઓ જૂની પીડા દૂર થવાની છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સોલાપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે છે. તેમણે અહીં 2000 કરોડ રૂપિયાની આઠ અમૃત મિશન યોજનાઓની આધારશિલા મૂકી છે. અહીં એક જાહેરસભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ છે કે મહારાષ્ટ્રના વિભિન્ન શહેરોમાં આજે સાત અમૃત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું આ વિશેષ અવસર પર મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.
महाराष्ट्र में पीएम आवास योजना के अंतर्गत गरीबों के लिए बनी सबसे बड़ी सोसायटी के लोकार्पण की बात करते हुए अपने बचपन को याद कर भावुक हुए प्रधान सेवक श्री @narendramodi। pic.twitter.com/oo9Khn22Hy
— BJP (@BJP4India) January 19, 2024
તેમણે પાણી પીધું અને થોડો સમય મૌન ઉભા રહ્યા. પછી રુંધાયેલા અવાજ સાથે કહ્યુ કે મને ખુશી છે કે સોલાપુરના હજારો ગરીબો અને શ્રમિક સાથીઓ માટે અમે જે સંકલ્પ લીધો હતો, તે આજે પુરો થઈ રહ્યો છે. આજે પીએમ આવાસ યોજના હેઠલ બનેલી દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ થયું છે. હું આજે જોઈને આવ્યો અને મેં વિચાર્યું કે કાશ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા સમારંભ બાબતે વાત કરતા કહ્યુ કે આ સમય આપણા સૌના માટે ભક્તિભાવથી ભરેલો છે. 22 જાન્યુઆરીએ તે ઐતિહાસિક ક્ષણ આવવાની છે, જ્યારે આપણે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજવા જઈ રહ્યા છે. આપણા આરાધ્યના દર્શન ટેન્ટમાં કરવાની દાયકાઓ જૂની પીડા હવે દૂર થવા જઈ રહી છે.
તેમણે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાથી પહેલા પોતાના 11 દિવસના અનુષ્ઠાનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાથી પહેલા કેટલાક સંતોના માર્ગદર્શનમાં હું મારા યમ નિયમોમાં વ્યસ્ત છું અને હું તેનું કઠોરતાથી પાલન કરી રહ્યો છું॥ આ પણ સંજોગ છે કે મારા અનુષ્ઠાનની શરૂઆત મહારાષ્ટ્રના નાસિકથી પંચવટીની ભૂમિથી થઈ.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે અમારી સરકાર પહેલા દિવસથી પ્રયાસ કરી રહી છે કે શ્રીરામના આદર્શો પર ચાલતા દેશમાં સુશાસન હોય, દેશમાં ઈમાનદારીનું રાજ હોય. આ રામરાજ્ય જ છે, જેણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની પ્રેરણા આપી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે 2014માં સરકાર બનવાની સાથે જ મેં કહ્યુ હતુ કે મારી સરકાર ગરીબો માટે સમર્પિત સરકાર છે. માટે અમે એક પછી એક એવી યોજનાઓ લાગુ કરી, જેમાં ગરીબોની મુશ્કેલીઓ ઓછી થાય અને તેમનું જીવન આસાન બને.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બે પ્રકારના વિચાર રહે છે, એક રાજકીય ઉલ્લૂ સીધો કરવા માટે લોકોને ભડકાવતા રહો. બીજો અમારો માર્ગ, શ્રમનું સમ્માન કરો, આત્મનિર્ભર શ્રમિક, ગરીબોનું કલ્યાણ. આપણા દેશમાં લાંબો સમય સુધી ગરીબી હટાવોનું સૂત્ર પોકારાતું રહ્યું, પણ ગરીબી હટી નથી. ગરીબોના નામ પર યોજનાઓ તો બનાવવામાં આવી હતી.પરંતુ તેનો લાભ ગરીબોને મળ્યો ન હતો. તેમના હકના નાણાં વચેટિયાઓ લૂંટી જતા હતા. પહેલાની સરકારોની નીતિ, નિયત અને નિષ્ઠા કટઘરામાં હતી.