
મહારાષ્ટ્રમાં શિંદે સરકાર સામે 17 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન – શિવાજી મહારાજના અપમાનનો મામલો
- ઉદ્ધવ ઠાકરેનું એલાન
- 17 ડિસેમ્બરના રોજ શિંદે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન
- શીવાજી મહારાજના અપમાનનો છે મામલો
મુંબઈઃ- છેલ્લ ાકેટલાક સમયથી મહારાષ્ટ્રમાં શિંદે જૂથ પર વિરોધપક્ષ દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, વાહન પરિવગન મંત્રી નીતિન ગડકરીએ એક નિવેદનમાં શિવાજી મહારાજ વિશે કહ્યા બાદ આ મામલો ગરમાયો હતો ત્યારથી લઈને તે મામલો થાળે પડ્યો નથી.ત્યારે હવે આ મામલે વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિપક્ષી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ શિવાજી મહારાજનું અપમાન કરવા બદલ અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર શિંદે સરકાર વિરુદ્ધ 17 ડિસેમ્બરે મુંબઈમાં વિશાળ વિરોધ માર્ચની જાહેરાત કરી હતી.
આ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “આ 17મી ડિસેમ્બરે, અમે વર્તમાન રાજ્ય સરકાર વિરુદ્ધ મુંબઈના જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી ‘મોરચો’ કાઢીશું.
આ સાથે જ કહ્યું કે અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને હટાવવાની માંગ કરીશું. આ સાથે જ તેઓએ મહારાષ્ટ્રની જનતાને એક થવા અપીલ કરતા કહ્યું કે હું મહારાષ્ટ્રને પ્રેમ કરનારા તમામ લોકોને રાજ્યનું અપમાન કરનારાઓ સામે એક થવાની અપીલ કરું છું.
આ સાથએ જ તેમણએ કર્ણાટક વિવાદ મામલો પણ વખોળ્યો હતો અને કહ્યું કે કર્ણાટક આપણા પ્રદેશો, ગામડાઓ અને જાતિઓ પર પણ હકનો દાવો કરે છે, સોલાપુર, આ એક પ્રશ્ન ઉભો કરે છે – શું મહારાષ્ટ્રમાં સરકાર છે? ગુજરાતની જેમ પહેલા.” ચૂંટણીઓ, કેટલાક વ્યવસાયો ત્યાં ખસેડવામાં આવ્યા હતા. તો શું કર્ણાટકની ચૂંટણી પહેલા અમારા ગામો કર્ણાટકને આપવામાં આવશે?