1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-આબુ હાઈવે પર ઊંડા ખાડાંઓ પુરવામાં ન આવતા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
પાલનપુર-આબુ હાઈવે પર ઊંડા ખાડાંઓ પુરવામાં ન આવતા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

પાલનપુર-આબુ હાઈવે પર ઊંડા ખાડાંઓ પુરવામાં ન આવતા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

0
Social Share

પાલનપુરઃ વરસાદને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં 24 કલાક વાહનોથી ધમધમતો પાલનપુર-આબુ રોડ હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડાં પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાયા છે. એટલે વાહનચાલકોને હાઈવે પર ખાડાં દેખાતા નથી. અને ઊંડા ખાડામાં વાહનો પછડાવાને લીધે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એકદમ નિષ્ક્રિય બના ગયા છે. હાઈવે પરના ખાડાં પુરવાનો પણ તેમની પાસે સમય નથી. બીજીબાજુ રાજકીય પક્ષોના નેતાઓ પણ આ મુદ્દે કોઈ રજુઆતો કરતા નથી.

પાલનપુર-આબુ હાઈવે પર બનાવેલા નવીન બ્રિજની એક સાઇડ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બંને સાઈડ પર ઊંડા ખાડા પડ્યા હતા, એક સાઇડ ખાડા પૂરવામાં આવ્યા છે જ્યારે બીજી સાઈડમાં ખાડા હજુ પણ યથાવત્ રહેતા એમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાલનપુર-આબુ હાઇવે પરથી પસાર થવું લોકોને માથાના દુખાવા સમાન પુરવાર થઇ રહ્યુ છે. પરંતુ ના છુટકે તે માર્ગ પરથી પસાર થવુ પડે છે નહી તો રોંગ સાઇડમાં બિહારી બાગ સુધી આવવુ પડે છે. જેના કારણે અકસ્માતની ભીતિ રહે છે.

પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર વરસાદના કારણે પાણી ભરાઇ રહેતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા હતા. એક તરફના માર્ગ પરના ખાડા પૂરી વરસાદી પાણીના નિકાલ માટેની હંગામી કામગીરી કરવામાં આવી છે. જેથી હાઇવે પરથી પાણી નીકળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ બ્રિજની બીજી તરફ એટલે કે આબુરોડથી બિહારી બાગ તરફ જવાના માર્ગ પર મસમોટા ખાડા હજુ એમ જ છે, જેના કારણે વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ ગયું છે. જેથી વાહન ચાલકો તેમજ લોકોને આ માર્ગ પરથી ચાલવું માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહ્યુ છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક બાઈક ચાલકો તો આ ખાડામાં પડતા નજરે પડતા હોય છે. જેથી ઝડપથી ખાડા પૂરી આ માર્ગ પરથી ખાડારાજ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code