1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જો વોટ્સએપમાં પ્રાઇવસી ભંગ થાય છે,તો વોટ્સએપ ડીલીટ કરી દો – દિલ્હી હાઈકોર્ટ
જો વોટ્સએપમાં પ્રાઇવસી ભંગ થાય છે,તો વોટ્સએપ ડીલીટ કરી દો – દિલ્હી હાઈકોર્ટ

જો વોટ્સએપમાં પ્રાઇવસી ભંગ થાય છે,તો વોટ્સએપ ડીલીટ કરી દો – દિલ્હી હાઈકોર્ટ

0
Social Share
  • દિલ્હી હાઇકોર્ટે વોટ્સએપની નવી પોલિસી પર સુનાવણી કરી
  • જો પ્રાઇવસીનો ભંગ થાય છે,તો બીજી એપનો ઉપયોગ કરો – કોર્ટ
  • તમામ એપ ડેટા કેપ્ચર કરે છે – દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે સોમવારે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઈને દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજદારે અપીલ કરતા કહ્યું હતું કે, વોટ્સએપની નવી પોલિસીથી પ્રાઇવસીમાં ભંગ થાય છે, તેથી સરકારે તેના પર પગલાં લેવા જોઈએ.

દિલ્હી હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ અંગે વિગતવાર સુનાવણી જરૂરી છે. આ કેસની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે અદાલતે આ અરજી પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે,’આ એક પ્રાઇવેટ એપ છે. અને જો તમને ગોપનીયતા અંગે વધુ ચિંતા હોય તો તમે વોટ્સએપ છોડીને બીજી એપ પર જઈ શકો છો. તે સ્વૈચ્છિક વસ્તુ છે.

વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે. અને કહ્યું છે કે, સરકારે તેની સામે આકરા પગલા ભરવા જોઈએ, કેમ કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલા ગોપનીયતાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. અરજદારે અદાલતમાં કહ્યું હતું કે, વોટ્સએપ સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત માહિતી શેર કરવા માંગે છે, જેને રોકવાની જરૂર છે.

અરજદારે દલીલ કરી હતી કે,વોટ્સએપ અને ફેસબુક એકઠા કરેલા ડેટાથી યુઝર્સની વર્તણૂકનું વિશ્લેષણ કરે છે. તેના જવાબમાં ન્યાયાધીશ સંજીવ સચદેવાએ કહ્યું,’માત્ર વોટ્સએપ જ નહીં,તમામ એપ્લિકેશનો આ કરે છે. શું તમે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો? શું તમે જાણો છો કે, તે તમારા ડેટાને કેપ્ચર કરે છે અને શેર કરે છે?

વોટ્સએપે હાલમાં પ્રાઇવસી પોલિસીમાં બદલાવ કર્યો હતો. અને યુઝર્સને તેની સૂચના મોકલવાનું શરૂ કર્યું હતું,જેમાં જણાવાયું છે કે, વોટ્સએપનો ઉપયોગ કરવા માટે યુઝર્સને 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં નવી શરતોને એક્સેપ્ટ કરવી પડશે.ત્યારબાદ ચર્ચા શરૂ થઈ અને કંપનીએ પોલિસી મુલતવી રાખવી પડી છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code