1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં આજે  આવી શકે છે 20 હજાર જેટલા કોરોનાના કેસ – સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન
દિલ્હીમાં આજે  આવી શકે છે 20 હજાર જેટલા કોરોનાના કેસ – સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીમાં આજે  આવી શકે છે 20 હજાર જેટલા કોરોનાના કેસ – સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન

0
Social Share
  • દિલ્હીમાં કોરોનાનું ગ્રહણ
  • કોરોનાના કેસમાં ભારે વધારો થશે
  • સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું આજે આવી શકે છે 20 હજારને પાર કેસ

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પમ કોરોનાના કેસો સૌથી વધુ જોવા મળી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે  દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જણાવ્યું હતું કે કોરોના 20 હજાર કેસો આજરોજ એટલે કે શનિવારે રાજધાનીમાં આવશે.

આ બાબતે મંત્રી સત્યેન્દ્ર જૈન શનિવારે જણાવ્યું હતું કે સકારાત્મકતા દર દિલ્હીમાં  1 થી 2 ટકા વધતો જોવા મળશે,તેમણે જણાવ્યું હતું કે  હાલ તો માત્ર 10 ટકા બેડ જ દિલ્હી હોસ્પિટલો જોવા મળે છે.આરોગ્ય વિભાગ દ્રારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, છેલ્લા એક દિવસમાં 97 હજાર 762 નમૂનાઓનું પરિક્ષણ કરાયું હતું , જેમાંની 17.73  કેસ પોઝિટિવ મળી આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 8 હજાર 951 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા રજાઓ આપવામાં આવી છે.

7 હજાર જેટલા વિસ્તારોને સંપૂર્ણ સીલ કરાયા

દિલ્હીમાં કોરોનાનો દૈનિક સંક્રમણ દર વધવાની સાથે 7 હજાર  જેટલા વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરવામાં આવે છે. 20 હજારથી વધુ દર્દીઓ દર્દીઓ પોતાના ઘરોમાં  સારવાર લઈ રહ્યા છે.

દિલ્હીમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર

દિલ્હીમાં કોરોનાના પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે હાલ હોસ્પિટલોમાં 1 હજાર 390 દર્દીઓને દાખ કરાયા  છે, જ્યારે 530 દર્દીઓ કોવિડ સર્વેલન્સ કેન્દ્રોમાં સ્થાયિ છે. 1 હજાર 390 કોરોનાના દર્દીઓમાંથી 77 દર્દીઓ શંકાસ્પદ છે. કોવિડ વોર્ડમાં 996 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને 286 દર્દીઓ ઓક્સિજન  પર જોવા મળે છે. આ સાથે જ કુલ 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે.છે.

જાણો – અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાના આકંડાઓની સ્થિતિ

હવે આ સાથે જ દિલ્હીમાં કોરોનાના આંકડાઓ 15 લાખને પાર થઈ ચૂક્યા છે,દિલ્હીમાં 6 હજાર 912 કન્ટેન્ટમેન ઝોન જાહેર કરાયા છે. હાલ દિલ્હીમાં 39 હજાર 873 એક્ટિવ કેસ જોવા મળે છે. 2જી માર્ચ વર્ષ 2020નો રોજ દિલ્હીમાં કોરોનાનો પ્રથમ દર્દી જોવા મળ્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી કુલ 15 લાખ 6 હજાર 798 કેસ નોંધાઈ ચૂક્યા છે.જો કે તેમાંથી 14  લાખ 41 હજારથી પણ વધુ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે.તો સામે 2 લાખ 51 હજારથી વધુ કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.ત્યારે હવે દેશની આ સ્થિતિ જોતા કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે તેમ કહીએ તો ખોટૂ નથી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code