દિલ્હીના સીએમ કેજરીવાલ તેલંગણાના સીએમ કેસીઆરને મળ્યા -કેન્દ્રના વટહુકમ સામે સમર્થન માંગ્યું
- સીએમ કેજરિવાલ તેલંગણાના સીએમ કેસીઆરને મળ્યા
- કેન્દ્રના વટહુકમ સામે એક સાથે થવાની કવાયત
હેદરાબાદઃ- તાજેતરમાં સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાની બાબતે નિરોધ પક્ષ જોરશોરમાં હંગામો મચાવી રહ્યો છે જયારે આવતી કાલે ઉદ્ધાટન સમારોહ દરમિયાન અનેક વિરોધ પક્ષે આ સમારોહનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે,તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવ્યો છે કેન્દ્ર સરકાર આ વટહુકમને રાજ્યસભામાં બિલના રૂપમાં લાવે તો સમગ્ર વિપક્ષ એક થઈને તેનો વિરોધ કરે જે હેતુથી મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ તેલંગણા પહોચ્યા હતા જ્યા તેમણે અહીના સીએમ સાથે ખાસ મુલાકાત કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. કહેવામાં આવ્યું છે કે કેજરીવાલે આ બેઠક દિલ્હી પર લાવવામાં આવેલા કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે તેઓને હાકલ કરી છે. આ બેઠકમાં તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક, બિન-ભાજપ શાસક પક્ષોના નેતાઓ સાથે વટહુકમ સામે સમર્થન મેળવવા માટે સંપર્ક કરી રહ્યા છે જેથી સંસદમાં આ અંગે બિલ લાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ નિષ્ફળ જાય.
આ પહેલા સીએમ કેજરીવાલ પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી, શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારને મળ્યા હતા, અને આ મામલે તેમના પાસે ટેકો માંગ્યો હતો.આ સાથએ જ તેમણે કેજરીવાલે આ મામલે સમર્થન માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મળવાનો સમય પણ માંગ્યો છે.
ઉલ્સુલેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવ્યો, જેણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે પલટી નાખ્યો. જ્યારે ટ્રાન્સફર અને પોસ્ટિંગના મામલે કોર્ટે તમામ અધિકારો મુખ્યમંત્રીને આપ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તમામ અધિકારો ઉપરાજ્યપાલને પાછા આપી દીધા છે.હવે આ વટહુકમ સામે કેજરીવાલ મોદી સરકાર સામે વિપક્ષને એકજૂટ કરવા અને પોતાના માટે સમર્થન મેળવવાની કવાયતમાં લાગેલા છે.