
પ્રદુષણને લઈને દિલ્હી સરકારનું કડક વલણઃ- વાહનો પાસે પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર નહી હોય તો ફટકારાશે 10 હજારનો દંડ, લાઈસન્સ પણ થઈ જશે સસ્પેંડ
- પ્રદુષણને લઈને દિલ્હી સરકાર બની સખ્ત
- પીયૂસી ન હોવા પર 10 હજારનો દંડ
- નિયમનો ભંગ કરવા પર લાયસન્સ પણ 3 મહિના માટે થશે સસ્પેન્ડ
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદુષણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે હવે સરકાર દિલ્હીના પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે સખ્ત બની છે,હવેથી દિલ્હીમાં વાહનોના પ્રદૂષણને અટકાવવા માટે સરકારે દંડ સહીત વાહનોના લાઈસન્સ રદ કરવાનો નિર્ણય. લીધો છે.
મળતી માહિતી પ્રમાણે પ્રદુષણને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. વાહનો માટે નિયંત્રિત પ્રદૂષણ પ્રમાણપત્ર જે લોકો ન ધરાવતા હોય તેમના પાસેથી 10 હજારનો દંડ વસુલવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ મહિનાની જેલ અથવા બંને થઈ શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદુષણ પ્રમાણ પત્રને લઈને સાર્વજનિક નોટિસ જારી કરીને, પરિવહન વિભાગે તમામ વાહન માલિકોને સૂચના આપી છે કે તમામ નોંધાયેલા વાહનો માટે પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો કોઈ પાસે ન હોય તો તરત જ પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રો પર પ્રદૂષણ પરીક્ષણનું પ્રમાણપત્ર મેળલી લેવું, જેથી તેઓ આવનારી મુશ્કેલીઓને ટાળી શકે. ઉલ્લેખનીય છે કે દિલ્હી દેશની રાજધાની છે જ્યાં રોજના કરોડો વાહનોની અવર જવર થતી રહેતી હોય છે જો કોી વાહનો પ્રદુષણ ફેલાવે છે તો દિલ્હીની હવા ગુણવત્તા વધુ ખરાબ થઈ શકે છે જેને લઈને સરાકરનો આ નિયમ યોગ્ય છે,વગર પીયૂસી એ વાહન ચલાવનારો સામે કડક દંડ વસુલવામાં આવશે.