
દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં પલટો,વરસાદની શક્યતાઓ વચ્ચે હવા ગુણવત્તા ખરાબ સ્થિતિમાં નોંધાઈ
- દિલ્હી વાતાવરણમાં પલટો
- વરસાદની સંભાવનાઓ
- હવાગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઈ
દિલ્હી – દિલ્હીનું હવામાન સતત બદલાઈ રહ્યું છે જ્યા બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો સવારે અને સાંજે આ દિવસોમાં ઠંડીનો પમ અનુભવ થતો જોવા મળે છે. ઉલ્લેખનીય છએ કે, પશ્ચિમી ખલેલ સક્રિય થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં વરસાદની સંભાવનાઓ પણ સેવાી રહી છે. ત્યારબાદ દિવસ અને રાત્રિનું તાપમાન વધતું જોવા મળશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે શુક્રવારે પાટનગરનું મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ વધીને 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 14.4 ડિગ્રી સેલ્સિયસ હતું. બપોરે તાપમાન વધારે હોવાથી ગરમીનો અહેસાસ થયો હતો.
જો કે, સાંજ સુધીમાં, ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, છેલ્લા 24 કલાક દરમિયાન હવામાં મહત્તમ ભેજનું પ્રમાણ 93 ટકા અને લઘુત્તમ 42 ટકા નોંધાયું હતું. મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ સાથે દિલ્હીનું સ્પોર્ટ્સ સંકુલ સૌથી ગરમ રહ્યું હતું. તે જ સમયે, અહીંનું લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ન્યૂનતમમાં સૌથી વધુ હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાજેતરમાં પશ્ચિમી ખલેલની અસર થઈ રહી છે.જેના કારણે, અત્યારે તાપમાનમાં બહુ વધારો થયો નથી. આવનારા સમયમાં પણ બીજી પશ્ચિમી ખલેલ સક્રિય થવાની સંભાવના છે. તેની અસર ઉત્તર ભારતની સાથે સાથે દિલ્હી-એનસીઆરમાં વરસાદના સ્વરૂપમાં જોવા મળી શકે છે. જેના કારણે લઘુત્તમ તાપમાન તેમજ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. પશ્ચિમી ખલેલને સક્રિય થવાને કારણે દિલ્હીની જનતાને ગરમીમાંથી ત્રણ દિવસ રાહત મળે તેવી સંભાવના છે.
દિલ્હીમામં વાતાવરણ પલટાની સાથે્ જ હવામાં પણ ખરાબ ગુણવત્તા નોંધાઈ છે, તે જ સમયે, એનસીઆરમાં ફક્ત ગ્રેટર નોઇડાની હવા ખૂબ જ ખરાબ વર્ગમાં નોંધાઈ છે. આવનારા બે દિવસમાં, મોસમી પરિસ્થિતિઓમાં પરિવર્તનના કારણે હવાનું સ્તર સુધરશે અને સરેરાશ રેન્જ સુધી પહોંચવાની સંભાવના છે.
સાહિન-