
દિલ્હીઃ PM મોદી 19મી જૂને ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ-પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધન કરશે. ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે.
પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ રૂ. 920 કરોડ કરતાં વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય પ્રગતિ મેદાન ખાતે વિકસાવવામાં આવી રહેલા નવા વિશ્વ કક્ષાના પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં મુશ્કેલી મુક્ત અને સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે, જેનાથી પ્રગતિ મેદાન ખાતે યોજાતા કાર્યક્રમોમાં પ્રદર્શકો અને મુલાકાતીઓની સહભાગીતા સરળ બને છે. આ પ્રોજેક્ટને કારણે મુશ્કેલી મુક્ત વાહનોની અવરજવરને સુનિશ્ચિત કરશે, પ્રવાસીઓના સમય અને ખર્ચને મોટા પ્રમાણમાં બચાવવામાં મદદ કરશે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન દ્વારા લોકો માટે સરળ જીવન સુનિશ્ચિત કરવાની સરકારની સર્વગ્રાહી દ્રષ્ટિનો એક ભાગ છે.