1. Home
  2. ગુજરાતી
  3. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઈડીની તપાસની માંગ – સંપત્તિ સામે વાંધો ઉઠાવતી હાઈકોર્ટમાં અરજી દાખલ
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઈડીની તપાસની માંગ – સંપત્તિ સામે વાંધો ઉઠાવતી હાઈકોર્ટમાં અરજી દાખલ

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઈડીની તપાસની માંગ – સંપત્તિ સામે વાંધો ઉઠાવતી હાઈકોર્ટમાં અરજી દાખલ

0
  • મહારાષ્ટ્રના સીએમ સામે ઈડી તચપાસની માંગ
  • બીજેપી નેતાએ હાઈકોર્ટમાં કરી અરજી

મુંબઈઃ-  મહારાષ્ટ્રમાં જાકરણ ગરમાયું છે આ સાથે જ રાજકીય સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ સામે વાંધો ઉઠાવે છે. આ અરજી દ્રારા આ નેતાએ ઠાકરેની મિલકતની તપાસની માંગણી કરી છે. જો કે, હજુ સુધી આ પીઆઈએલ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી નથી.

સોમૈયા દ્વારા પૂછપરછ કરાયેલી મિલકત કથિત રીતે મહારાષ્ટ્રના રાયગઢના મુરુડ તાલુકામાં સીએમ ઠાકરેની પત્ની અને શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરની પત્ની મનીષાએ એકસાથે ખરીદી હતી. ભાજપના નેતાએ પર્યાવરણ મંત્રાલય દ્વારા આ સંપત્તિની તપાસની માંગ કરી રહી  છે.

તેમની અરજીમાં સોમૈયાએ દલીલ કરી છે કે ઠાકરે અને ધારાસભ્ય વાયકરે ચૂંટણી એફિડેવિટમાં સંપત્તિને છુપાવી હતી અને તેના પર બનેલા માળખાનું મૂલ્યાંકન ઘટાડી દીધું હતું. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓએ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951નું ઉલ્લંઘન કર્યું છે.

આ સાથે જ બીજેપી નેતા ઇચ્છે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અન્ય એજન્સીઓ સીએમ ઠાકરે અને તેમના પરિવાર દ્વારા અલીબાગની સંપત્તિના સંબંધમાં કરવામાં આવેલી કથિત ‘ગેરકાયદેસરતા’ની તપાસ કરે.ત્યારે હવે જો આ અરજી દાખલ થાય છે અને સુનાવણી થાય છે તો ઉગદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.