1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં 9મીએ પતંગોત્સવ યોજાશે
સુરતમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં 9મીએ પતંગોત્સવ યોજાશે

સુરતમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં 9મીએ પતંગોત્સવ યોજાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર મોખરે છે. અમદાવાદમાં એક દિવસમાં 1300થી વધુ કેસ નોંધાતા લોકો પણ કોરોનાનો ડર અનુભવવા લાગ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ મંગળવારે 415 કેસ નોંધાયા હતા.અમદાવાદ મેડિકલ એસો, સહિત શહેરના તબીબોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે લોકો પાસે પાલન કરાવવા અને બીન જરૂરી મેળાવડા ન યોજવા માટે અપીલ કરી છે. છતાં સરકાર પતંગોત્સવ યોજવા મક્કમ બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે સરકારે પતંગોત્સવ યોજવાની જાહેરાત કરી દીધી છે. સુરતમાં ગુજરાત ટુરિઝમ અને  અડાજણ સ્વામીનારાયણ મંદિર નજીકના રિવર ફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજશે. મ્યુનિના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ ટુરિઝમ વિભાગ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. આ મહોત્સવમાં 14 વિદેશ કાઇટિસ્ટ મળી 100થી વધુ પતંગબાજો કરતબ બતાવશે. ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે 400 નાગરિકોને જ પ્રવેશ અપાઈ શકે છે. નવાઇની વાત એ છે કે, એક તરફ હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરો ઉપર કડક દિશાસૂચન અપાનાવાયા છે. એક તરફ મ્યુનિએ લાખો વાંચનરસિકોના પ્રિય પુસ્તક મેળાનું આયોજન રદ્દ કર્યું હતું. ઉપરાંત ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગોપી તળાવ ખાતે રંગારંગ ઉજવાતા ગોપી કાર્નિવલનું આયોજન પણ ફગાવી દેવાયું હતું. જોકે, અમદાવાદમાં આગામી 8 જાન્યુઆરીના રોજ યોજાનાર પતંગમહોત્સવને ધ્યાનમાં રાખી ગુજરાત ટુરિઝમ તથા પાલિકાએ આગામી 9મીએ શહેરમાં ભવ્ય પતંગ મહોત્સવ ઉજવવા તૈયારી શરૂ કરી દેતાં વિવાદ સર્જાયો છે. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code