
અંબાજી મંદિરનો પ્રસાદ હવે ભક્તોને ઘરે બેઠા-બેઠા મળશે
અંબાજીઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજીનાં ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરનો પ્રસાદ મંગાવી શકશે. દેશ વિદેશનાં માતા અંબાના ભક્તો ઘણી વખત અંબાજી મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી ત્યારે તેમની આસપાસના લોકો અંબાજી મંદિરે દર્શન કરવા જતા હોય તો પ્રસાદ મંગાવી લેતા હોય છે. પરંતુ હવે માઈ ભક્તોને એવું કરવાની જરૂ નહીં પડે. ભક્તોને ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મળી જશે. ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરનો પ્રસાદ મંગાવી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે અલાયદિ વ્યવસ્થા ઉભી કરી છે.
શક્તિપીઠ અંબાજીનો મોહનથાળનો પ્રસાદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને અંબાજીમાં દર્શન કરવા જતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળ કે ચીકીનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી. આ પ્રસાદ લેવા પણ લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડતું હોય છે જેથી કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય. જો આવું થાય તો હવે ચિંતા કરશો નહીં તમને ઘરે બેઠા પ્રસાદ મળી જશે . હવે તમને થતું હશે કે કેવી રીતે આ પ્રસાદ ઘરે મંગાવી શકાય.