
દેશમાં હવે ડાયાબિટીઝના દર્દીઓની સારવાર થશે સસ્તી, દવાઓના ભાવમાં રાહત આપવાની તૈયારીમાં સરાકર
- ડાયાબિટીઝની સારવાર થશે સસ્તી
- ત્રણ ગણા દવાઓના ભાવ ઘટાડાશે
દિલ્હીઃ- ભારત દેશમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસ જેવી બીમારીથઈ પીડાઈ રહ્યા છે,આ સાથે જ આ રોગની દવાઓ પણ ઘણી મોંધી આવતી હોવાથી અનેક લોકો માટે તે પોસાઈ તેમ હોતી નથી જો કે હવે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે.
આ રોગમાં અસરકારક ગણાતા જાનુવિયાનું સસ્તું સ્વરૂપ મારિકેટમાં ઉપલબ્ધ કરાવાશે, સીટાગ્લિપ્ટિનની પેટન્ટ આ મહિને સમાપ્ત થઈ ગઈ છે. ઘણી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ હવે તેને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેના કારણે તેની કિંમત વર્તમાન કિંમતોના એક તૃતીયાંશ જ રહેવાની ધારણા છે.
યુએસ ફર્મ મર્કના જાનુવિયાના જેનરિક વર્ઝન આગામી થોડા મહિનામાં લોન્ચ થવાની તૈયારીમાં છે. ભારતમાં ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં ઘણી કંપનીઓ છે. તેમાંથી ડૉ.રેડ્ડીઝ, ગ્લેનમાર્ક, સન ફાર્મા, જેબી કેમિકલ્સ આવતા અઠવાડિયે આ દવાના જેનરિક વર્ઝન સાથે માર્કેટમાં આવવા જઈ રહી છે. આ સાથે સિપ્લા, ટોરેન્ટ, ઝાયડસ કેડિલા, લ્યુપિન જેવી 50 થી 100 કંપનીઓ પણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.
આ બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે ડાયાબિટીસ માટેની દવાના જેનરિક વર્ઝનની રજૂઆત સાથે આ રોગની કિંમતમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કરવામાં આવશે. અગાઉ ડાયાબિટીસના દર્દીઓને આ દવા માટે રોજના 45 રૂપિયા ખર્ચવા પડતા હતા. હવે નવું જેનરિક વર્ઝન આવ્યા બાદ તેની કિંમત માત્ર 8 થી 18 રૂપિયા હશે.
ભારતમાં ડાયાબિટીસથી પીડિત દર્દીઓની સંખ્યા મોટી છે. ભારતમાં લગભગ સાડા સાત કરોડ દર્દીઓ આ રોગથી પીડિત છે. તેમાં મોટી સંખ્યામાં એવા છે જેઓ મોંઘી દવાઓના કારણે આ રોગની સારવાર કરાવી શકતા નથી. હવે આવા દર્દીઓને પણ લાભ મળશે.