
નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. દરમિયાન જૂન મહિનામાં ડિઝલની માંગમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. ચોમાસાના પ્રારંભને પગલે કૃષિ ક્ષેત્રમાં ડિઝલની માંગણીમાં ઘટાડાને સાથે વાહનોની વર-જવર પણ ઘટવાની ડિઝલની માગ ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષના આધાર ઉપર જૂન મહિનામાં ડિઝલની માગ 3.7 ટકા ઘટતાની સાથે 71 લાખ ટનની ખપત થઈ હતી. ડીઝલ દેશમાં સૌથી વધુ વપરાતું ઇંધણ છે અને કુલ માંગના 20% હિસ્સો ધરાવે છે. બીજી પેટ્રોલનું વેચાણ 3.4% વધીને 2.9 મિલિયન ટન થયું છે. ડીઝલનો વપરાશ એપ્રિલમાં 6.7% અને મેમાં 9.3% વધ્યો હતો. આ ઉનાળા દરમિયાન, કૃષિ ક્ષેત્રમાં માંગ વધી હતી. મે મહિનામાં ડીઝલનું વેચાણ 70.9 લાખ ટન રહ્યું હતું. જૂનમાં પેટ્રોલનો વપરાશ કોવિડના સમયની તુલનામાં 33.5 ટકા વધુ રહ્યો છે, જ્યારે કોવિડ પહેલા કરતાં 20.6 ટકા વધુ છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં ઈ-વાહનોની ખરીદી કરનારને સબસીડી પણ આપવામાં આવી રહી છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે હવે લોકો પણ ધીમે-ધીમે ઇ-વાહનો તરફ વળી રહ્યાં છે. એટલું જ નહીં 15 વર્ષથી જૂના વાહનો માર્ગો ઉપરથી હટાવવા માટે કવાયત શરૂ કરાઈ છે. દરમિયાન મુંબઈ 11 વર્ષમાં બેંકોની કુલ લોનમાં હાઉસિંગ લોનનો હિસ્સો વધીને 14.2 ટકા થયો છે. 2012માં તે 8.6 ટકા હતો. રિઝર્વ બેંક અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં હાઉસિંગ સેક્ટરના વેચાણમાં 21.6%નો વધારો થયો છે. 11 વર્ષમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટને આપવામાં આવેલી લોનનો હિસ્સો ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.