
મંગળવારે ગણેશજીની કરો આરાધના,જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ
- મંગળવારે કરો આ ખાસ ઉપાય
- આ ઉપાય આપને કરશે માલામાલ !
- જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ
બધા ભગવાનના અલગ-અલગ દિવસ માનવામાં આવે છે.ત્યારે આજરોજ મંગળવારના દિવસે ગણેશજી અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. મંગળવારે જો ગણેશજીની આરાધના સાથે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો તે ઉપાયો વ્યક્તિને ખુબ જ લાભદાયી નીવડે છે. આ ઉપાય તમને માલામાલ કરી દેશે અને દરિદ્રતા પણ દૂર થશે.તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો છે જે ઉપાયો કરવાં માત્રથી આપનું જીવન સુખમય બની શકે છે. આજે અમે આપને જણાવીશું કે મંગળવારે કયા કાર્યો અવશ્ય કરવાં જોઈએ.
ગણપતિ બાપાને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને દરેક દિવસની પૂજાની શરૂઆત ગણેશજીની પૂજા આરાધનાથી જ કરવામાં આવે છે.મંગળવારના દિવસે ગણેશ પૂજનનું સવિશેષ મહત્વ માનવામાં આવે છે.ગણેશજીને વિદ્યા અને બુદ્ધિના દાતા ગણવામાં આવે છે. આ દિવસે આપ જો ગણેશજીના મંત્રોનો જાપ કરશો તો સવિશેષ ફળની પ્રાપ્તિ થશે. નીચે આપેલ મંત્રની માળા કરવી જોઇએ. ”ૐ ગ્લૌમ ગણપતયે નમ”
સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કાર્યો કરી લો.અને જો ઘરમાં જ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરી હોય તો ત્યાં જ અથવા તો નજીકના કોઇ ગણેશ મંદિરમાં જઇને 11 કે 21 દૂર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરો. આ સાથે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય છે તેથી તેનો ભોગ અર્પણ કરવો આવશ્યક છે.જો કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળે છે તો મંગળવારે શ્રીગણેશના કોઈ પણ મંત્રનો તમે જાપ કરી શકો છો.ગણપતિ દરેક સંકટો અને વિઘ્નો દૂર કરે છે.