
બાળકો ઇન્જેક્શન જોઈને દુર ભાગે છે? તો આ ટ્રીક અપનાવો અને બાળકનો ડર કરો દુર
- બાળકોનો ડર કરો દુર
- ઇન્જેક્શનથી દુર નહીં ભાગે બાળક
- આ રહી તે માટે ટ્રીક
કેટલાક બાળકો એવા હોય છે ને સાથે મોટી ઉંમરના લોકો પણ હોય છે કે જે લોકોને ઇન્જેક્શનથી વધારે ડર લાગતો હોય છે. આવામાં બાળકોમાંથી ઇન્જેક્શનનો ડર કેવી રીતે દુર કરી શકાય તેના વિશેની જાણકારો દ્વારા ટ્રીક આપવામાં આવી છે. હેલ્થ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકોને ક્યારેય ન કહો કે આજે તેમને ઈન્જેક્શન લાગવાનું છે તેનાથી તેમનાં મનમાં ડર ભરાઈ જાય છે. પેરેન્ટ્સે વારંવાર કોઈ વાતે બાળકોને ઈન્જેક્શન લગાવવાની બીક ન બતાવવી જોઈએ. વારંવાર આવી બીક બતાવવાથી બાળકનાં મનમાં હંમેશાં માટે તેનો ડર ઘર કરી જાય છે. જ્યારે ખરેખર બાળકને ઈન્જેક્શન આપવાનો વારો આવે ત્યારે બાળક મુસીબત બની જાય છે.
હવે જાણવું એ રહ્યું કે બાળકોના મનમાંથી આ પ્રકારના ડરને દુર કરવો કેવી રીતે. તો બાબતે તેઓ કહે બાળકને ઈન્જેક્શન આપવાની વાત આવે તો માતા ઈમોશનલ થઈ જાય છે. ઘણી વખત માતા બાળક સામે જ રડી પડે છે. તે જોઈ બાળકનું મનોબળ તૂટી જાય છે. માતાએ બાળકનું મન મજબૂત કરવું જોઈએ.
ઈન્જેક્શન લેવાનું હોય તે સમયે બાળકનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરો. તેને કોઈ વાતોમાં વ્યસ્ત રાખો. તેની ગમતી વાતો અથવા મસ્તી મજાક કરો, જેથી બાળક હસતા મોઢે ઈન્જેક્શન લગાવી લે. ઈન્જેક્શન લાગી જાય ત્યારબાદ બાળકને સમજાવો કે તેનાં મનમાં જેટલો ડર હતો એવું કશું જ નથી થયું.
કોરોના વાયરસનાં નવાં વેરિયન્ટ ‘ઓમિક્રોન’એ દુનિયાભરમાં પગપેસારો કર્યો છે. દેશમાં વયસ્કો સાથે હવે 15થી 18 વર્ષનાં ટીનેજર્સનું રસીકરણ શરૂ થયું છે. પેરેન્ટ્સના મનમાં સવાલ છે કે 15 વર્ષથી નાનાં બાળકોને ક્યારે વેક્સિન મળશે? તેનાથી મોટો પણ પ્રશ્ન એ છે કે પેરેન્ટ્સ બાળકોને વેક્સિન લેવા માટે મેન્ટલી કેવી રીતે તૈયાર કરશે.