
જુની કારને વેચતા પહેલા આટલું કરો, મળશે સારી કિંમત…
દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં જુની એટલે કે સેકન્ડહેન્ડ કાર વેચાય છે. પરંતુ તમારી જૂની કારને વધુ સારી કિંમતે વેચવી ઘણી મુશ્કેલ બની શકે છે. ઘણી વખત લોકો બેદરકારીના કારણે વાહનના કાગળો અપડેટ રાખતા નથી. આવી સ્થિતિમાં, જો તમે કાર વેચવાની તૈયારી કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારા વાહનના દસ્તાવેજો અપડેટ રાખો. કારનો વીમો, પ્રદૂષણ પ્રમાણપત્ર, આરસી વગેરે જેવા દસ્તાવેજો અપડેટ કરાવો. જો કાર લોન પર હતી તો RCમાંથી પણ HP કાઢાવી નાખો.
કાર ચલાવતી વખતે, ટ્રાફિકમાં વાહનને નાના-મોટા ગોબા પડે છે. આવી સ્થિતિમાં, કાર વેચતા પહેલા, જો કારમાં કોઈ નાની ખામી હોય, તો તેને ઠીક કરાવી લો. આમ કરવાથી કારની લાઈફ લાંબી થાય છે અને કાર પણ પહેલા કરતા સારી દેખાય છે.
જ્યારે પણ તમે જૂની કાર વેચતા હોવ તો તેને પણ સાફ કરી લો. ક્યારેય કોઈને ગંદી કાર ન બતાવો. જો તમે કોઈને કાર બતાવવા જાવ છો, તો કારને પોલિશ કરીને સાફ કરો. આ રીતે કારને સારી રીતે સાફ રાખી શકાય છે અને તેનાથી અન્ય લોકો પર પણ અસર થાય છે.
કાર વેચતા પહેલા કારની યોગ્ય કિંમત મેળવી લો. આ માટે કોઈ સારા ડીલર પાસે જાઓ અથવા કોઈપણ કંપનીના શોરૂમમાં જાઓ અને કારની યોગ્ય કિંમત મેળવો. આમ કરવાથી તમને કારની સાચી કિંમત વિશે પણ માહિતી મળશે અને પછીથી તેને વેચતી વખતે તમને કોઈ નુકસાન નહીં થાય.