
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો ઘરની સફાઈ
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મીની કૃપા તેમના ઘરમાં રહે. મા લક્ષ્મી હંમેશા તેમના પર પ્રસન્ન રહે. વાસ્તુશાસ્ત્રમાં દરેક રૂમની સાચી દિશા અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓના યોગ્ય ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય તમારે કયા સમયે કયું કામ કરવું જોઈએ તેની માહિતી પણ વાસ્તુમાં જણાવવામાં આવી છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. મા લક્ષ્મી હંમેશા સ્વચ્છ ઘરમાં વાસ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ તેમના વિશે.
મુખ્ય દરવાજાથી લઈને આખું ઘર કરો સાફ
મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે.જો તમે તેમને ખુશ કરવા માંગો છો, તો તમારા ઘરના મુખ્ય દ્વારથી લઈને આખા ઘરને સાફ કરો.માતા લક્ષ્મી હંમેશા સ્વચ્છ ઘરમાં વાસ કરે છે.
પૈસાનો થાય છે વરસાદ
સ્વચ્છ ઘરમાં લક્ષ્મી સ્થિર રહે છે. જે ઘરમાં સ્વચ્છતા સારી હોય છે, તે ઘરના લોકો પણ પોતાના કામમાં ઘણી પ્રગતિ કરે છે.ઘરમાં અઢળક પૈસા છે.સમાજમાં પણ સન્માન છે.તેમજ ઘરમાં સુખ-શાંતિ રહે છે.
દરેક ખૂણો સાફ કરો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરવા જોઈએ. ફર્નિચર, સોફા, બેડ પણ સમયાંતરે સ્વચ્છ રાખવા જોઈએ.એવું માનવામાં આવે છે કે ઘરના ખૂણામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેથી, ખૂણાઓને સારી રીતે સાફ કરવા જોઈએ.
સૂર્યાસ્ત પછી ઝાડૂ ન લગાવો
વાસ્તુ અનુસાર, સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં ઝાડૂ ન લગાવવું જોઈએ.કારણ કે આ સમય ઘરમાં મા લક્ષ્મીના આગમનનો સમય માનવામાં આવે છે. આ સિવાય બ્રહ્મ મુહૂર્તમાં પણ ક્યારેય ઝાડુ ન લગાવવું જોઈએ.