1. Home
  2. ગુજરાતી
  3. શું તમને કેવડાત્રીજનું મહત્વ ખબર છે? જાણો
શું તમને કેવડાત્રીજનું મહત્વ ખબર છે? જાણો

શું તમને કેવડાત્રીજનું મહત્વ ખબર છે? જાણો

0

આપણી સનાતન સંસ્કૃતિમાં દરેક સ્ત્રી માટે તેના પતિથી વધારે તો કઈ હોય જ નહી. દરેક સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે અનેક પ્રકારના વ્રત તથા ઉપવાસ કરતી હોય છે. પણ શું તમને આ બધા વચ્ચે કેવડાત્રીજના મહત્વ વિશે જાણ છે. જો નથી તો આ લેખ તમારે ખાસ વાંચવો જોઈએ.

કેવડા ત્રીજ એટલે કે હરતાલિકા વ્રત. હરિતા નામની સખી ઉપરથી આ વ્રતનું નામાભિધાન થયું છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રી અને કુંવારિકા બંને માટે છે. પરિણીત સ્ત્રી અખંડિત સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા-મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે.

અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા રિદ્ધિ-સિદ્ધિ એ પ્રત્યેક આર્ય નારીના જીવનની અભિલાષા હોય છે. કુમારિકા પોતાને યોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે.

પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા આ દિવસે વ્રત વિધિ-વિધાન કરીને તથા ઉપવાસ કરીને સદાશિવની પૂજનવિધિ કરી હતી. આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતાં.

આ દિવસે પરિણીત સ્ત્રી કે કુમારિકાએ પ્રાત:કાળે ઊઠી તલ અને આમળાના ચૂરણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને, વિવિધ મંત્રો દ્વારા એમની અંગપૂજા કરવી, તેમજ ધૂપ-દીપ, નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવાં. પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી. પરિણીત સ્ત્રીએ નિર્મળ મનથી, પવિત્ર ભાવથી શિવ-વંદના કરી, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ-સિદ્ધિ સાંપડે એવી પ્રાર્થના કરવી. આ દિવસે ફળાહાર કરવો, જો શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.