
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય કરી સ્થગિત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને સૈન્ય સહાયતા સ્થગિત કરી દીધી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પેની નીતિ શાંતિ પર કેન્દ્રિત છે, તેથી તેમના સહયોગીઓએ પણ આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે. અમેરિકાએ સહાયતા રોકી છે અને તેની સમીક્ષા પણ કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી અને વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમના ડેપ્યુટી વચ્ચે થયેલા જાહેર વિવાદના થોડા જ દિવસો પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમથી યુક્રેન પર રશિયાની સાથે શાંતિ વાર્તા માટે સહમત થવા દબાણ વધવાની સંભાવના છે.