
નારીયેળના તેલની સુંગધ નથી ગમતી અને વાળને સારા પણ રાખવા છે? તો સાદા કોકોનટ ઓઈલને આ રીતે બનાવો સુંગઘી
સાહિન મુલતાનીઃ-
- કોકોનટના સાદા ઓઈલને બનાવો સુંગધી
- વેસ્ટ ફૂલ લાગશે તમને કામ
વાળની સંભાર જરુરી છે,દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે પોતાના વાળ કાળા ઘટ્ટ અને સુંદર ગેખાઈ અને વર્ષોથી વાળ માટે કોકોનટ ઓઈલ બેસ્ટ ઓપ્સશન છે પણ જ્યારે વાળમાં ઓઈલ કરીને આપણે બહાર જઈએ છઈએ ત્યારે કોકોનટની સ્મેલ આપણાને ઈરીટેડ કરી દે છે,ઘણા લોકોને ગમે છે તો કેટલાક લોકોને આ સ્મેલ પસંદ નથી આવતી જો તમે પણ તેમાથી એક છો કે જેને ઓઈલમાં કોપરેલનું જ તેલ ગમે છે અને સુંગધ પસંદ નથી તો આ તેલને સુગંધીદાર બનાવાના ઉપાયો તમારા માટે જ છે.
સૌ પ્રથમ જો તમારા ત્યા ગુલાબ, જાસૂદ ,ચમેલી કે બારમાસીના ફૂલ છે અથવા તો મોગરાના ફૂલ છે તો તેનો ઉપયોગ આ તેલને સુંગધીદાર બનાવા માટે થશે. આ માટે ફ્રેશ ફુૂલ સિવાય મંદિરમાં ચઢાવેલા હાર કે ફૂલનો પણ ઉપયોગ થઈ શકે છે.
સાદા તેલને આ રીતે બનાવો ફેગરેન્સ વાળું
કોપરેલને એક એલ્યુમિનિટમ વાસણમાં કાઢીલો.
ત્યાર બાદ તેમાં ફૂલોની પાંદડીઓને સાફ કરીને સાદા પાણીથી ઘોઈલો હવે આ પાંદડીઓમાંથી 5 મિનિટ સુધી પાણી નીતારી લો.
હવે કોપરેલ વાળું વાસણ ગેસની ફ્લેમ ઘીરી રાખઈને તેના પર ગરમ કરવા રાખી દો.
હવે જરાક ઓીલ ગરમ થાય એટલે તેમાં ફૂલોની પાંડીઓ નાખઈને ફરી 5 મિનિટ ઘીમા ગેસ પર ગરમ કરીલો, ત્યાર બાદ તેલને 10 મિનિટ છંડુ થવાદો ત્યાર બાદ ફરી 5 મિનિટ ગરમ કરીલો, આમ એટલા માટે કરવું જેથી ઓઈલ બળી ન જાય.
હવે જ્યારે ઓઈલ ઠંડુ પડે એટલે તેને ગરણીમાં ગાળીને એક બોટલમાં ભરીદો.તૈયાર છે તમારું સાદુ કોપરેલ હવે સુંગધમાં.
આ તો થી ગુલાબના પાનની વાત, આજ પદ્ધતિથી તમે મોગરા, જાસૂદ,ચમેલી, બારમાસીના સુકા કે તાજા ફૂલોના પંદડાથી આ રીતે કોપરેલને સુંગધી બનાવી શકો છો.
ફૂલો સિવાય કપૂરનો કરો ઉપયોગ
તમે ફૂલો સહિત તેલને સુગંધીદાર બનાવા માટે કપૂરનો ઉપયોગ કરી સકો છો,ઓઈલ ગરમ કરીને તેમાં જરુર પ્રમાણે કપૂરને વાટીને નાખીદો અને તેલ ગરમ કરીદો આમ કરવાથી પણ સાદુ કોપરેલ સુગંધી બને છે.
આ સહીત ફૂલોની સાથે પણ તમે કપૂર નાખી શકો છો કપૂર વાળમાં ઠંડક આપવાનું કાર્ય કરે છએ સાથે સુંગધ ફેલાવે છે.