1. Home
  2. Agency
  3. News
  4. દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન
દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન

દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન

0
Social Share

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026: Sarla Maheshwari દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સમાચાર વાચક શ્રીમતી સરલા માહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તેમના અવસાનને ટીવી પત્રકારત્વના એક સુવર્ણ યુગના અંત સમાન માનવામાં આવે છે.

સરલા માહેશ્વરીના પરિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના અંતિમ સંસ્કારની જાણકારી આપી હતી. જે મુજબ આજે જ 12 ફેબ્રુઆરી ના રોજ સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

દૂરદર્શને આપી શ્રદ્ધાંજલિ

શ્રીમતી સરલા માહેશ્વરીના નિધન અંગે દૂરદર્શને એક એક્સ પોટ્સ દ્વારા તેમને અંજલિ આપી છે.

સરલા માહેશ્વરીજીને તેમની આગવી શૈલી માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમનો અવાજ અને સમાચાર વાંચવાની રીતમાં એક અદભૂત શાંતિ અને વિશ્વાસ રહેતો હતો, જે પ્રેક્ષકોને પોતાની તરફ આકર્ષી લેતો હતો. સરલાજીએ એ યુગમાં સમાચાર વાચનને એક સુસંસ્કૃત અને સન્માનજનક ઓળખ આપી હતી. આ એ સમય હતો જ્યારે સમાચાર વાંચનાર એન્કર પોતે જ સમાચારની વિશ્વસનીયતા ગણાતા હતા.

સરલા માહેશ્વરીનું જવું એ ભારતીય ટેલિવિઝન પત્રકારત્વ માટે એક ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. તેમના અવસાન પર અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. એક યુઝરે લખ્યું, “તેઓ એ સમયથી સમાચાર સાથે જોડાયેલા હતા જ્યારે સમાચારનો અર્થ ડ્રામા નહીં પણ સ્પષ્ટતા હતો. તેમના જેવી ગરિમા આજે જોવા મળતી નથી.” અન્ય એક યુઝરે લખ્યું, “તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. અમે તેમને સાંભળતા સાંભળતા મોટા થયા છીએ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code