ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે નિમણૂક
અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: Gujarat Pradesh Youth Congress ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ત્રણ મહત્ત્વનાં પદ પર નિમણૂક કરવામાં આવી છે. યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ છીબ દ્વારા આ અંગે ગઈકાલે 14 ડિસેમ્બરને રવિવારે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાત અનુસાર ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે, સંજય નિનામાની સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે તથા ઉવેશ મન્સુરીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યુવા કોંગ્રેસની યાદીમાં જણાવ્યા અનુસાર, ભારતીય યુવા કોંગ્રેસના વિશ્વાસ છે કે, આ નવનિયુક્ત યુવા નેતાઓ તેમના પૂરા સમય અને ઊર્જાનો ઉપયોગ સંગઠનને મજબૂત બનાવવામાં કરશે.
આ સાથે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીના સક્ષમ અને ડાયનેમિક નેતૃત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસના આ નવનિયુક્ત અગ્રણીઓ પક્ષને મજબૂત બનાવશે.
આ નિમણૂકો અંગે આનંદ વ્યક્ત કરતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા ત્રણે યુવા નેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
नई ऊर्जा, नया संकल्प ✌🇮🇳@IYCGujarat के अध्यक्ष के रूप में
श्री प्रविण वनोल, सीनियर वाइस प्रेसिडेंट श्री संजय निनामा एवं वाइस प्रेसिडेंट के रूप में श्री उवेश मंसूरी की नियुक्ति पर सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ।#YouthCongress #GujaratCongress #Congratulations… pic.twitter.com/zxzsLdOOCn— Amit Chavda (@AmitChavdaINC) December 14, 2025


