
યુવાધનને નશાના રવાડે ચડાવવાના રેકેટનો પર્દાફાશઃ 2 કન્ટેનરોમાં પકડાયું કરોડોનું હેરોઈન
- બંને કન્ટેનગર અફઘાનિસ્તાનથી આવ્યાં હતા
- ટેલકમ પાઉડરના નામે હેરોઈનની થતી હતી હેરાફેરી
- 2500 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ભારતમાં યુવાઘનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ માફિયાઓ સક્રીય બન્યાં છે. જો કે, આ માફિયાઓ નેટવર્કને તોડી નાખવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. દરમિયાન મુંદ્રા પોર્ટ ઉપરથી રૂ. 2500 કરોડનું હેરોઈન ઝડપાયાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાં ટેલકમ પાઉડરના નામે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનના કંહદારથી નીકળેલા બે કન્ટેનર મુંદ્ગાર પોર્ટ ખાતે પહોંચ્યાં હતા. આ કન્ટેનરમાં ટેકલમ પાઉડર હોવાનું કસ્ટમમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ કન્ટેન્ડરમાં ટેકલમ પાઉડર નહીં હેરોઈન હોવાનું મુંબઈ એનસીબીને માહિતી મળી હતી. જેથી આ અંગે તાત્કાલિક કેન્દ્રીય એજન્સી ડીઆરઆઈને જાણ કરી હતી. જેથી ડીઆરઆઈએ કન્ટેરને અટકાવીને તપાસ કરતા બંને કન્ટેનરમાંથી એક-બે નહીં પરંતુ 2500 કરોડનું હેરોઈન હોવાનું સામે આવ્યું હતું. આંધ્રપ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેલકમ પાઉડરનું કસ્ટમ સમક્ષ રજુ કરીને હેરોઇનની બેગ ભરી રખાવી દેવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ડીઆરઆઈએ આ અંગે વધુ તપાસ આરંભી છે. તેમજ અફઘાનિસ્તાનમાંથી કોને હેરોઈન મોકલ્યું હતું અને કેટલાક નાણા કેવી રીતે મોકલવામાં આવ્યાં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સી દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશન બાદ પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસે નહીં તે માટે એલર્ટ મોડ પર છે. જેથી બંને કન્ટેનરમાંથી હેરોઇનની કુલ ૩૮ બેગ મળી આવી હતી જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૨૫૦૦ કરોડ જેટલી છે.