1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડના દરિયામાં ભરતી અને ઊંચા મોજાને લીધે કરંટ, પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂંસી ગયા
વલસાડના દરિયામાં ભરતી અને ઊંચા મોજાને લીધે કરંટ, પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂંસી ગયા

વલસાડના દરિયામાં ભરતી અને ઊંચા મોજાને લીધે કરંટ, પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂંસી ગયા

0
Social Share

વલસાડઃ  ગુજરાતના દરિયામાં છેલ્લા સપ્તાહથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેમાં સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કેટલાક બંદરો પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન ભરતી વખતે ગાંડાતૂર બનેલા દરિયાએ વલસાડના દાંતી ગામને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરિયાના પાણી દાંતી ગામમાં ઘૂસી ગયા હતા એટલું જ નહીં દરિયા કિનારે આવેલા ગામના 250 મકાનોમાં દરિયાનું પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં  મુખ્ય માર્ગો પર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત રેતીના બે ફૂટ જેટલાં થર પણ જામી ગયા હતા. જ્યારે એક મકાન આખે આખુ ધરાશાયી થઈ ગયુ હતુ. દરિયામાં પણ ભરતીનો કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં આશરે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતુ.

વલસાડના દરિયામાં છેલ્લા બે-ચાર દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે. અને ઊંચા 15 ફુટ મોજા ઉછળી રહ્યા હતા દરમિયાન દરિયાનું પાણી વલસાડના દરિયા કાંઠે આવેલા દાંતી ગામમાં ઘૂસી ગયુ હતુ. દરિયામાં આવેલી ભરતીના કારણે મુખ્ય માર્ગ પર 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયુ હતુ. એક મકાન પણ ધરાશાયી થયું હતું. આ સિવાય દરિયા કાંઠે આવેલા 250 મકાનોની હાલત કફોડી બની હતી. ગામ બેટમાં ફેરવાતા કેટલાંક માછીમારોએ હોડકીનો સહારો લીધો હતો. બીજી તરફ, ગામના લોકોનું કહેવું છે કે, હજુ પણ બીજ અને ત્રીજની ભરતી બાકી છે. જેથી દરિયામાં વધારે કરંટ જોવા મળશે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે. બાદમાં આ પાણી ફરી ગામમાં પ્રવેશી શકે છે. જેથી ગામના લોકોએ તંત્રને એવી પણ અપીલ કરી હતી કે, દરિયા કિનારે તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવમાં આવે. જેથી કરીને દરિયાના પાણીને રોકી શકાય. હાલ દાંતી ગામમાં દરિયાના પાણીએ ભારે તારાજી સર્જી હતી.. કેટલાંક રસ્તાઓ પર ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. સાથે જે બેથી ત્રણ ફૂટના માટીના થર પણ જામી ગયા હતા. કેટલાંય મકાનોને દરિયાઈ પાણીથી નુકસાન થયું હતુ. સ્થાનિક લોકોને આશા છે કે, દરિયાના પાણીથી થયેલા નુકસાન પેટે સરકાર કદાચ મદદ કરી શકે છે. જે પાણી ભરાયા છે એમાં નુકસાન થયેલા મકાનોનો કાટમાળ પણ તરતો નજરે પડ્યો હતો. દરિયામાં આવેલી ભરતીના કારણે દાંતી ગામને ભારે એવું નુકસાન થયું હતું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code