
ક્રેડિટ કાર્ડ આજના સમયમાં મોટાભાગના લોકો વાપરતા હોય છે, લોકો એવું માને છે સંકટ સમયમાં રૂપિયાની જરૂર પડે અથવા ક્યારેક રૂપિયા ન હોય તો ક્રેડિટ કાર્ડથી કામ ચાલી જાય છે પણ આજે તમે એ વાત સાંભળીને ચોંકી જશો કે ક્રેડિટ કાર્ડથી કમાણી પણ કરી શકાય છે.
જો તમે સમજદારીપૂર્વક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી વર્ષમાં 10 હજાર રૂપિયા બચાવી શકો છો. તમામ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને જુદા જુદા પ્રકારના ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. તમે જે રીતે આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તે જ રીતે તમને કેશબેક પણ મળે છે.
તેવી જ રીતે જો તમે હવાઈ મુસાફરી માટે એરપોર્ટ પર જાઓ છો, તો ઘણી વખત તમે સમય પહેલા નીકળી જાઓ ત્યારે પણ ભૂખ લાગવી સહજ છે. એરપોર્ટ પર તમારે પાણી પણ ખરીદવું પડશે. ચા અને કોફી પણ ત્યાં ઘણી મોંઘી છે. આવી સ્થિતિમાં, તમે સ્માર્ટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એરપોર્ટ લાઉન્જમાં મફતમાં પ્રવેશ કરીને ભોજન, મફત વાઇ-ફાઇ સુવિધા મેળવી શકશો.
જો તમારી પાસે આ કાર્ડ છે, તો તમને EasyMyTrip એપ અથવા વેબસાઈટ પર હોટલ બુક કરાવવા પર 20 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. તમે ડોમેસ્ટિક હોટેલ બુકિંગમાં મહત્તમ રૂ. 5 હજારનું કેશબેક અને આંતરરાષ્ટ્રીય હોટલ બુકિંગના કિસ્સામાં રૂ. 10 હજાર સુધીનું કેશબેક મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત EMTSCB પ્રોમો કોડ નાખવો પડશે.
કેશબેક SBI કાર્ડ, ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ, ACE ક્રેડિટ કાર્ડ, HDFC બેંક મિલેનિયા ડેબિટ કાર્ડ, ICICI કોરલ રુપે કાર્ડ જેવું (ICICI Coral RuPay ક્રેડિટ કાર્ડ) જો તમે આ કાર્ડ બનાવ્યું હોય, તો તમે થોડા ખર્ચ માટે લાઉન્જમાં જઈ શકો છો. તમને જણાવી દઈએ કે જો તમે ક્રેડિટ કાર્ડ વિના એરપોર્ટ પર લાઉન્જમાં પ્રવેશ કરો છો, તો તમારે ઓછામાં ઓછા 500 રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ જો તમારી પાસે આવું ક્રેડિટ કાર્ડ છે તો તમે એરપોર્ટ લાઉન્જમાં જઈને મફતમાં ભોજન કરી શકો છો.