
હિમાચલ પ્રદેશના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોધાઈ
- હિમાચલ પ્રદેશની ઘરતી ઘ્રુજી ઉઠી
- હિમાચલના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા
શિમલા- દેશના કેટલાક પહાડી વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવતા હોય છે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક દિવસ પહેલા જ મોડી રાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે હવે હિમાચલ પ્રદેશની ઘરતી પણ ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિહત પ્રમાણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારની વહેલી સવારે અદાજે 5 વાગ્યેને 15 મિનિટ આસપાસ ભૂકંપના આચંકાો અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધવામાં આવી હતી.
આ સહીત નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની જાણકારી મુજબ ભૂકંપની ઊંડાઈ 5 કિમી નોંધાવામાં આવી હતી.આ મામલે તેમણે ટ્વિટ કરીને પણ જાણકારી આપી છે અને કહ્યું છે કે“3.2ની તીવ્રતાનો ભૂકંપ, 14-01-2023, 05:17:15 IST, અક્ષાંશ: 32.25 અને લાંબા: 76.56, ઊંડાઈ: 5 કિમી, સ્થાન: ધર્મશાલાથી 22 કિમી પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ કે દ્રીતિય વખત નથી કે જ્યારે હિમાચલમાં ભૂકંપ આવ્યો છે આ પહેલા ઘણી વખત નાના નાના આંચકાઓ આવી ચૂક્યા છે,પહાડી વિસ્તારોમાં ભૂંકપની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જોવા મળી રહી છે.