
માત્ર 10 મિનિટમાં સરળ રીતે બનાવો ગરમીમાં રાહત આપતી આ કોલ્ડ કોફી
સાહિન મુલતાની-
- સામગ્રી
- 2 ચમચી – કોફી પાવડર
- 2 ગ્લાસ – દૂધ
- 2 ચમચી – ખાંડ
- 6 નંગ -આઈસ ક્યૂબ
ઉનાળો આવતા જ ઠંડૂ પીવાનું ખૂબ જ મન થાય તે વાત સ્વભાવિક છે. જેમાં કોલ્ડ કોફી તો સૌ કોઈની પ્રિય હોય છે, જે કાફેમાં કે બહાર 40 થી લઈને 100 રુપિયાની મળે છે, પરંતુ આજ કોફી ઘરે માત્ર 2 ગ્લાસ દૂધમાંથી ઓછા ખર્તચે બનાવી શકાય છે.તો આજે જોઈએ કોલ્ડ કોફી બનાવવાની તદ્દન સરળ રીત
સૌ પ્રથમ મિક્સરની જારમાં 2 ચમચી કોફી અને બે ચમચી ખાંડ લો, હવે આ મિશ્રણમાં આઈસ ક્યૂબ નાખીને 3 થી 5 મિનિટ સુધી મિક્સરને ફેરવતા રહો. ત્યાર બાદ આ મિશ્રણમાં 2 ગ્લાસ દૂધ એડ કરીને ફરીથી 2 મિનિટ મિક્સ કરતા રહો. તૈયાર છે માત્ર થોડી જ વારમાં બનતી કોલ્ડ કોફી.
tags:
coffy