
ચોમાસામાં જો આ વસ્તુને ખાશો તો રહેશો એકદમ ફીટ
ચોમાસામાં જ્યારે પણ વરસાદનો માહોલ બને ત્યારે લોકોને વધારે પડતું તો તળેલુ ખાવાનું મન થતું હોય છે. તે વાતમાં કઈ ખોટુ નથી પણ ક્યારેક લોકો વધારે પડતુ તેલવાળુ ખાવાના કારણે હેરાન પણ થતા હોય છે તો ચોમાસામાં દરેક લોકોએ એક વાર તો આ વસ્તુઓને ખાવી જ જોઈએ કારણ કે ચોમાસામાં સમયમાં આ વસ્તુઓને ખાવાથી પણ શરીર ફીટ રહે છે.
એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર જાંબુ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને વાઈરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે. તમે દરરોજ સવારે ગરમ પાણી સાથે તેનું સેવન કરી શકો છો.
એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ચેરી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડપ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. વરસાદની મોસમમાં જરદાળુ(પીચ) બજારમાં મળે છે. તે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે.
સફરજન એક એવું ફળ છે જે બારેય મહિના બજારમાં મળે છે. રોજ એક સફરજન ખાવાથી તમે દરેક પ્રકારની સિઝનલ બીમારીઓથી બચી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણી પાચનક્રિયાને યોગ્ય રાખે છે. પરંતુ યાદ રાખો કે તમારે દિવસ દરમિયાન જ સફરજનનું સેવન કરવું જોઈએ, રાત્રે ક્યારેય નહીં.