1. Home
  2. ગુજરાતી
  3. ખાલી પેટ ટામેટાંનું કરો સેવન,થાય છે આ ફાયદા
ખાલી પેટ ટામેટાંનું કરો સેવન,થાય છે આ ફાયદા

ખાલી પેટ ટામેટાંનું કરો સેવન,થાય છે આ ફાયદા

0
Social Share
  • ખાલી પેટ ટામેટાંનું કરો સેવન
  • ટામેટાં સ્વાસ્થ્ય માટે છે ખૂબ ગુણકારી
  • વિટામિન ‘એ’ અને ‘સી’ થી ભરપૂર

શાકભાજી, દાળ, પુલાવ, સલાડ એમ અનેક રીતે ખોરાકમાં વપરાતાં ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.આરોગ્યપ્રદ જીવન માટે ટામેટાં આપણને સૌથી વધુ સરળતાથી ઉપલબ્ધ હોય છે.આ એક એવું શાક છે જે કોઈપણ વાનગીમાં ઉમેરવાથી અનોખી લિજ્જત સર્જી શકે છે. ટામેટાંમાં સ્વાદ ઉપરાંત પોષક તત્વોનો ભંડાર છે.

ટામેટાં વિટામિન એ અને સી થી ભરપુર છે. તે ફોલિક એસિડનો સમૃદ્ધ સ્રોત પણ છે. આ ઉપરાંત આલ્ફા લિપોઇક એસિડ, લાઇકોપીન, ચોલીન, ફોલિક એસિડ, બીટા કેરોટિન અને લ્યુટિન સહિતના ઘણા પોષક તત્વો છે.એટલું જ નહીં, નિયમિત અને યોગ્ય રીતે ટામેટાંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકાય છે.

નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટે ટામેટાંમાંથી બનેલી વસ્તુઓ ખાવી કે પીવી એ પણ હેલ્ધી હોઈ શકે છે અને આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.અમે તમને ખાલી પેટ ટામેટાનું સેવનથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કોરોનાના આ કાળમાં રોગપ્રતિકારક શક્તિનું મહત્વ આપણે બધા જાણીએ છીએ.એવામાં મોટાભાગના લોકો તેને વધારવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ટામેટાંની મદદ લઈ શકો છો.ટામેટા શરીરમાં વિટામિન સીની ઉણપને પૂરી કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. સવારે ખાલી પેટ ટામેટાંનો જ્યુસ પી ને દિવસની શરૂઆત કરો અને સ્વસ્થ રહો.

પેટમાં ગરમીની સમસ્યા હોય તો ખાવાનું મન થતું નથી.જો તમને પેટમાં ગરમીની સમસ્યા થઈ રહી હોય તો સવારે ખાલી પેટે ટામેટાંનું જ્યુસ પીવો.આનાથી પેટમાં ઠંડક તો લાગશે જ, સાથે જ તમને દિવસભર સારું પણ લાગશે.ટામેટાં ખાવાથી આખો દિવસ તમારા શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.

નિષ્ણાતોના મતે, જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેઓએ દરરોજ સવારે ખાલી પેટે બે ગ્લાસ ટામેટાંનું જ્યુસ પીવું જોઈએ.આમ કરવાથી વજન ઝડપથી ઘટે છે અને મોટાપાથી થોડા દિવસોમાં છુટકારો મેળવી શકાય છે.ટામેટાંનો રસ પીવા ઉપરાંત તેની ત્વચાનું સેવન પણ કરો. નિષ્ણાતોના મતે, ટામેટાંની ત્વચામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આંખોને સ્વસ્થ રાખવા અને તેમની રોશની વધારવા માટે ડૉક્ટરો લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે.આંખોની રોશની વધારવા માટે ખાલી પેટે ટામેટાંનું સેવન કરવું શ્રેષ્ઠ છે. આમ કરવાથી માત્ર આંખો જ નહીં પરંતુ ત્વચાને પણ લાભ મળે છે. કહેવાય છે કે ખાલી પેટ ટામેટાંનું જ્યુસ પીવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે અને તે ચમકદાર પણ બને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code