પિઝા ખાવાના પણ મળી શકે છે પૈસા,જાણો શું છે હકીકત
- પિઝા ખાવ અને પૈસા કમાવ
- વાત જાણીને ચોંકી ગયા?
- તો વાંચો શું છે સચ્ચાઈ!
પિઝા હવે લોકોને ફેવરીટ ખોરાક બનતો જતો હોય તેવું તો લાગી રહ્યું છે. લોકોને અઠવાડિયામાં એક કે બે વાર તો પિઝા જોઈએ છે, પણ હવે પિઝા વેચતી એક કંપની છે તે એવી સુવિધા આપે છે કે પિઝા ખાવાના પૈસા આપે છે. આ વાત વાંચીને પિઝાપ્રેમી લોકોને તો મન લલચાઈ ગયું હશે.
તો વાત એવી છે કે એક કંપની છે જે તેમના કર્મચારીને પિઝા ખાવા માટે 5 લાખ રૂપિયાનો પગાર આપી રહ્યા છે. ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવું હશે કે જેને પિઝા નહીં ભાવતા હોય. કોઇ પણ ઉંમરના લોકો હોય તમામ પિઝાના શોખીન હોય છે.
યૂનાઇટેડ કિંગડમમાં આ નોકરી લોકોને ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર પિઝા હટની તરફથી આપવામાં આવી રહી છે. આ કંપની તરફથી લોકો પાસે સુપર ટેસ્ટરની એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે. પસંદ કરેલા લોકોએ નવા સ્ટફ્ડ ક્રસ્ટ પિઝા ટેસ્ટ કરવાનો રહેશે. આ કામ માટે કંપની તરફથી આમ તો 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે પરંતુ તેના માટે તેમણે સાબિત કરવુ પડશે કે તેઓ પિઝાના સુપર ટેસ્ટર છે.
ખરેખર કંપનીએ પોતાના પિઝામાં કેટલાક બદલાવ કર્યા છે. જેના માટે કંપની યૂનાઇટેડ સ્ટેટ્સના બેસ્ટ પિઝા ને ટેસ્ટર્સને તેના રિવ્યૂ માટે ઇનવાઇટ કરી રહી છે.
ચીઝી ગાર્લિક બટર સ્ટફ ક્રસ્ટ, મીટી પેપેરોની અને ચીઝ સ્ટફ ક્રસ્ટના પરીક્ષણ માટે કંપનીએ આ જોબ ઓફર કરી છે. પિઝા હટ યુકે અને યુરોપના ચીફ બ્રાન્ડ ઓફિસર એમેલિયા રીબાએ કહ્યું – અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ પહોંચાડવાનું છે. એટલા માટે અમે ચીફ ક્રસ્ટ ટેસ્ટરની ભરતી કરી રહ્યા છીએ