ED એ 5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં Xiaomi India અને ત્રણ વિદેશની બેંકોને ફટકારી નોટીસ
- ઈડી એ 5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં કરી કાર્યવાહી
- Xiaomi India અને ત્રણ બેંકોને ફટકારી નોટીસ
દિલ્હીઃ- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કેટલાક ઉલ્લંઘન મામલાને લઈને તપાસ કરી તેના સામે સખ્ત કાર્વાયહી કરી રહી છે ત્યારે વિતેલા દિવસને એ શુક્રવારે ઝિઓમી ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમી. તેના અધિકારીઓ અને ત્રણ બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરી છે.ઈડીએ એવો આરોપ લગાવ્યો છે કે 5,551 કરોડથી વધુના કથિત વ્યવહારોમાં ભારતીય વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
ઈડીએ Xiaomi ઇન્ડિયાના ભૂતપૂર્વ એમડી મનુ કુમાર જૈન અને ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય અધિકારી સમીર બી રાવને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. તે જ સમયે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ની કલમ 10(4) અને 10(5) ના ઉલ્લંઘન બદલ સીઆઈટીઆઈ બેંક, એચએસબીસી બેંક અને ડોઇશ બેંક એજી ને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
જપ્તીની પુષ્ટિ કરતા, એજન્સીએ કહ્યું કે Xiaomi India દ્વારા 5,551.27 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ અનધિકૃત રીતે ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. FEMA 1999 ના 4 અને FEMA ની કલમ 37A ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરી શકાય છે.
ફેમા કેસની તપાસ પૂર્ણ થયા બાદ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવે છે અને જ્યારે કેસનો નિકાલ થાય છે, ત્યારે આરોપીએ ઉલ્લંઘનની રકમના ત્રણ ગણા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. તપાસ એજન્સીએ કહ્યું કે શાઓમીની સાથે જૈન અને રાવને પણ નોટિસ મોકલવામાં આવી છે. EDએ અગાઉ ગેરકાયદેસર રેમિટન્સના સંબંધમાં Xiaomi Technology India Pvt Ltd ના બેંક ખાતામાં જમા કરાયેલા 5,551.27 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.