
- ચાઈના મોબાઈલ કંપની Vivo પર ઈડીના દરોડા
- કંપનીના ડાયરેક્ટર દેશ છોડીને ભાગી ગયા
દિલ્હીઃ- છએલ્લા ઘમા સમયથી ચીન સાથેના તણાવ વચ્ચે ચાઈના મોબાાઈક કંપનીઓ ઈડીની રડાર પર છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ચીની કંપની વિવો પર કડક કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈડી એ મંગળવારે વિવો અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર દેશભરમાં 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અહેવાલ છે કે આ દરમિયાન કંપનીના ડિરેક્ટર ઝેંગશેનોઉ અને ઝાંગ જી દેશ છોડીને ભાગી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, Vivo કંપની પર ભારતમાં રહીને મોટા પાયે હેરાફેરી કરવાનો આરોપ છે. જેને લઈને ઈડી એ 5 જુલાઈના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય સહિત દેશભરમાં 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન ઝેંગશેનોઉ અને ઝાંગ જી સ્થળ પર હાજર ન હતા. આ કારણથી તપાસ એજન્સીને શંકા છે કે બંને ડિરેક્ટરો દેશ છોડીને ભાગી ગયા છે..
આ કાર્યવાહીને કેન્દ્ર સરકારની ચીની કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલી ભારતીય પાર્ટીઓ સામેની કાર્યવાહીના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. એવો આરોપ છે કે આ કંપનીઓ અહીં કામ કરતી વખતે મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરી જેવા ગંભીર નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલી છે.
અધિકારીઓએ જણાવ્યું કે મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વીવો ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે અમે અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. પ્રવક્તાએ કહ્યું, “વિવો અધિકારીઓને સહકાર આપી રહી છે અને તેમને તમામ જરૂરી માહિતી પૂરી પાડી રહી છે.”
દિલ્હી પોલીસ એ જમ્મુ અને કાશ્મીર સ્થિત એજન્સીના વિતરક સામે એફઆઇઆર દાખલ કર્યા પછી ઈડી એ તાજેતરમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે કંપનીના કેટલાક ચાઈનીઝ શેરધારકોએ તેમના ઓળખ દસ્તાવેજ બનાવટી બનાવ્યા હતા
આ મામલે ઈડીને શંકા છે કે આ કથિત બનાવટી શેલ અથવા નકલી કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંને લોન્ડર કરવા માટે કરવામાં આવી હતી.