1. Home
  2. ગુજરાતી
  3. ધોનીએ પહેલા ડાન્સ કર્યો પછી 41માં જન્મદિવસની કેક કાપી,સાક્ષીએ શેર કર્યો વિડીયો
ધોનીએ પહેલા ડાન્સ કર્યો પછી 41માં જન્મદિવસની કેક કાપી,સાક્ષીએ શેર કર્યો વિડીયો

ધોનીએ પહેલા ડાન્સ કર્યો પછી 41માં જન્મદિવસની કેક કાપી,સાક્ષીએ શેર કર્યો વિડીયો

0
Social Share
  •  આજે મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ
  • સાક્ષીએ કેક કટિંગ સેરેમનીનો વિડીયો કર્યો શેર
  • કેક કટિંગ પેલા ધોનીએ ડાન્સ પણ કર્યો   

મુંબઈ:ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ક્રિકેટર, સૌથી સફળ કેપ્ટનોમાંના એક અને દરેક દિલમાં એક એવા મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.આ વખતે ધોની પોતાના જન્મદિવસ પર લંડનમાં છે.તેણે ત્યાં તેના પરિવાર સાથે જન્મદિવસની કેક કાપી હતી.પરંતુ કેક કાપતા પહેલા ધોની થોડો ધ્રૂજતો પણ જોવા મળ્યો હતો.લંડનમાં ધોનીના 41માં જન્મદિવસ પર આયોજિત કેક કટિંગ સેરેમનીનો વીડિયો તેની પત્ની સાક્ષી ધોનીએ શેર કર્યો છે.એમએસ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ થયો હતો.

ધોની થોડા દિવસ પહેલા પત્ની સાક્ષી સાથે લંડન ગયો હતો. આ વખતે તેણે ત્યાં તેની 12મી વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. અને હવે તેણે લંડનમાં જ 41મો જન્મદિવસ ઉજવ્યો છે.

સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એમએસ ધોનીનો કેક કટિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે.આ ગીતમાં જે ગીત ચાલી રહ્યું છે તે નાઈજિરિયન સિંગર ફિલજે ગાયું છે.ગીતના બોલ અને તેનું સંગીત એટલું જબરદસ્ત છે કે,તેણે કેક કાપતા પહેલા ધોનીને ડાન્સ કરવા પણ મજબૂર કરી દીધા હતા.વીડિયોમાં હેપ્પી બર્થ ડે માહીનું પોસ્ટર દિવાલ પર ચોંટેલું પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

https://www.instagram.com/reel/CfsExi5gMgO/?utm_source=ig_embed&ig_rid=6ffb1ef8-45cc-4e82-b4d1-94737f83e7f2

થોડી વાર પછી ધોનીએ પહેલા મીણબત્તીને બુઝાવી અને પછી કેક કાપવાનું કામ કર્યું જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code