Homeગુજરાતીગુજરાતવડોદરામાં મોજશોખ માટે બાઈક ચોરી કરતો આરોપી પકડાયો, 13 બાઈક કબજે કરાયા

વડોદરામાં મોજશોખ માટે બાઈક ચોરી કરતો આરોપી પકડાયો, 13 બાઈક કબજે કરાયા

વડોદરા, 16 ઓક્ટોબર, 2026 : Accused of stealing bikes for fun arrested  શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે બાઈકચોરને દબોચી લઈને ચોરી કરેલા 13 બાઈક જપ્ત કર્યા હતા. બાઈકચોર પોતાના અંગત મોજશોખ પુરા કરવા માટે બાઈકની ચોરી કરીને સસ્તાભાવે વેચી દેતો હતો.પોલીસે બાઈક ચોર આરોપી રાકેશકુમાર વસંતભાઈ દરજીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે રાકેશકૂમાર દરજી નામના આરોપી બાઈકચોરને ઝડપી લીધો હતો. શહેરના ફતેગંજ બ્રિજ, કડકબજાર અને કમાટીબાગ જેવા ભીડભાડવાળા વિસ્તારોના પાર્કિંગોમાંથી આરોપીએ બાઈકની ચોરી કરી હતી. પોલીસે 13 બાઈક કબજે કરીને વધુ પૂછતાછ માટે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે,  બાતમીના આધારે તરસાલી આઈ.ટી.આઈ. રોડ પર વોચ ગોઠવીને એક શંકાસ્પદ બાઇક સવાર રાકેશકુમાર વસંતભાઈ દરજી (રહેઠાણ: હાલ હલદર ગામ, તા.જી. ભરૂચ, મૂળ રહેવાસી – રહાડ ગામ, તા. વાગરા, જી. ભરૂચ)ને રોકવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બાઇક કમાટીબાગ પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી અગાઉ વર્ષ 2020માં નિઝર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

બાઈકચોર આરોપીએ કબલાત કરી હતી કે,  પોતાના નાણાકીય શોખ પૂરા કરવા બાઈક ચોરી કરતો હતો. શહેરના ફતેગંજ બ્રિજ નીચે, કડકબજાર અને કમાટીબાગ જેવા વિસ્તારોના પાર્કિંગોમાં મોટા પ્રમાણમાં પાર્ક થતા વાહનોને નિશાન બનાવતો હતો. તે ચોરી કરેલી બાઇક પોતાની હોવાનું, વાહનના હપ્તા ચઢી ગયા હોવાનું અથવા સગા-સંબંધીની હોવાનું ખોટું બહાનું ધરીને તેના પરિચિતો અને મિત્રોને સસ્તી કિંમતમાં વેચી દેતો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular