Homeગુજરાતીગુજરાતરાજકોટમાં જ્વેલર્સ કર્મચારીની હત્યા કરીને 3 કિલો સોના-ચાંદીની લૂંટના આરોપી ઉદેપુરથી પકડાયા

રાજકોટમાં જ્વેલર્સ કર્મચારીની હત્યા કરીને 3 કિલો સોના-ચાંદીની લૂંટના આરોપી ઉદેપુરથી પકડાયા

રાજકોટ, 16 ઓક્ટોબર, 2026 : Accused of murdering jewellers employee and robbing arrested from Udaipur શહેરમાં તનવી ગોલ્ડ નામના જ્વેલર્સનો કર્મચારી લાલભાઈ સરધારા ગત તા.14 ઓક્ટોબરના રાત્રિના 8:15 વાગ્યે અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર આજી વસાહત રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે  કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ લાલભાઈ પાસેથી દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કરી લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. લૂંટ વીથ મર્ડરના આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલીને રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગને દબોચી લઈને તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આ બનાવની વિગત એવી હતી કે,  શહેરમાં તનવી ગોલ્ડ નામના જ્વેલર્સનો કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર આજી વસાહત રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે  કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ સ્કૂટરને ટક્કર મારીને લાલભાઈના હાથમાંથી સોના-ચાંદી ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારૂ શખસોએ તમંચામાંથી ફાયરિંગ કર્યુ હતું. લાલભાઈને છાતીના ભાગે ગોળી વાગતા તેઓ ઢળી પડ્યા હતા. અને લૂંટારૂં શખસો 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને કારમાં પલાયન થઈ ગયા હતા.આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લાલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારના અંતે મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ, એસએજી સહિત બ્રાન્ચના અધિકારીઓ, દોડી આવ્યા હતા. અને લૂંટારૂ શખસોને પકડવા માટે સીસીટીવી અને સર્વેલન્સની કારગીરી હાથ ધરવામાં આવી હતી. લૂંટારૂની કારનો નંબર મેળવીને નાકાબંધી કરવામાં આવી હતી. તેમજ ટેકનિકલ સર્વેલન્સમાં આરોપીનું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુર નજીક મળતા ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસની મદદ માગી હતી. અને ક્રાઈમ બ્રાન્ચને એક ટીમને તાબડતોબ રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. દરમિયાન રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડવાડા પોલીસ સ્ટેશન અને ઉદયપુર જિલ્લાની પોલીસના સહયોગથી તમામ લૂંટારૂ શખસોને લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લેવાયા છે

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આજે શુક્રવારે લૂંટારૂઓને રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે. પોલીસે 4 લૂંટારૂઓ ઉપરાંત મદદગારી કરતા સહિતના 9 શખ્સોની ધરપકડ કરી લીધી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular