1. Home
  2. ગુજરાતી
  3. આગામી 6 માસમાં એલન મસ્ક ધરતી પર તોડી પાડશે 100 સેટેલાઈટ્સ
આગામી 6 માસમાં એલન મસ્ક ધરતી પર તોડી પાડશે 100 સેટેલાઈટ્સ

આગામી 6 માસમાં એલન મસ્ક ધરતી પર તોડી પાડશે 100 સેટેલાઈટ્સ

0
Social Share

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ એલન મસ્કે કહ્યુ છે કે તે પોતાના 100 સ્ટારલિંક સેટેલાઈટ્સને આગામી 6 માસમાં ધરતી પર તોડી પાડશે, કારણ કે આ સેટેલાઈટ્સની ડિઝાઈનમાં ગડબડ છે. તે નિષ્ફળ થઈને અન્ય સેટેલાઈટ્સ અથવા સ્પેસક્રાફ્ટ્સને નુકશાન પહોંચાડી શકે છે. માટે તેમની સ્પેસેક્સ કંપની આ સ્ટારલિંક સેટેલાઈટ્સને ડી-ઓર્બિટ કરશે.

ડી-ઓર્બિટ એટલે સેટેલાઈટ્સને ધરતી પર લાવવામાં આવશે. આ દરમિયાન તે વાયુમંડળને પાર કરશે. બસ અહીં તે સેટેલાઈટ્સની બાકીની જિંદગી પણ સમાપ્ત થશે. તે બળીને ખાખ થઈ જશે. હવે સવાલ એ ઉઠે છે કે શું વાયુમંડળમાં બળનારા સેટેલાઈ્ટ્સના કારણે ધરતીના જળવાયુ પર કોઈ અસર પડી રહી છે?

દુનિયાભરના ઘણાં વૈજ્ઞાનિક આ વાતને લઈને પરેશાન છે કે જે પ્રકારે સેટેલાઈટ્સ વાયુમંડળ પાર કરીને ધરતીની તરફ આવી રહ્યા છે અથવા તો પછી લઈ જઈ રહ્યા છે. તેનાથી વાયુમંડળ ખરાબ થઈ રહ્યું છે. આની અસર ધરતીના જળવાયુ પર પણ પડી રહી છે, કારણ કે આ સેટેલાઈટ્સમાં ઓઝોનને ઘટાડનારી ધાતુ હોય છે.

આ ધાતુ સ્ટ્રોટસ્ફિયરમાં બારીક કણો તરીકે ફરી રહ્યા છે. તેનાથી ઓઝોનના પડમાં ઘટાડો થાય છે. ધરતીની નીચલી કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટ સૌથી વધુ સેટેલાઈટ્સનું ઘર છે. અહીં એકલા એલન મસ્કના પાંચ હજારથી વધારે સ્ટારલિંક સેટેલાઈટ્સ ફરી રહ્યા છે. હાલ અંતરિક્ષમાં કચરો સાફ કરવો સૌથી મોટો પડકાર છે.

પાંચ વર્ષ પહેલા અમેરિકાએ નવો વધુ કડક નિયમ બનાવ્યો હતો કે જે પણ સેટેલાઈટ લોન્ચ થશે, તેને 25 વર્ષની અંદર પાછો ધરતી પર લાવીને ખતમ કરવો પડશે.

આ સેટેલાઈટ્સમાં થોડુંઘણું ફ્યૂલ હોય છે. જે ધરતી પર લાવતી સમયે અથવા તો ખતમ કરી દેવામાં આવે છે અથવા તો પછી તે વાયુમંડળમાં બળીને ખતમ થઈ જાય છે. આ ફ્યૂલના કારણથી પણ વાયુમંડળમાં કેમિકલ રિએક્શન થાય છે. સામાન્ય રીતે આ સેટેલાઈટ્સને પેસિફિક મહાસાગરમાં રહેલા પોઈન્ટ નેમોમાં પાડવામાં આવે છે.

આમ છતાં ઘણીવાર સેટેલાઈટ્સ અનિયંત્રિત રીતે નીચે આવે છે. તે ક્યાં પડશે તેની ખબર પડવી મુશ્કેલ હોય છે. જો કે મોટાભાગે વાયુમંડળમાં બળીને ખતમ થઈ જાય છે. પરંતુ કેટલાક ટુકડા જમીન સુધી આવી જ જાય છે. આજકાલ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સેટેલાઈટની એવી ડિઝાઈન બનેલી રહે છે, જે ડિઝાઈન ફોર ડિમાઈશ કહેવામાં આવે છે. એટલે કે મરવા માટે બનાવવામાં આવેલી ડિઝાઈન. સેટેલાઈટ વાયુમંડળમાં આવાત જ બળીને ખાખ થઈ જાય છે.

તેનો ઉદેશ્ય એ છે કે સેટેલાઈટનો ખતરનાક હિસ્સો બળીને ધરતી પર ન પહોંચે અને ન તો કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકશાન થાય. પરંતુ જે વાયુમંડળમાં સેટેલાઈટ આવીને બળે છે, તેનાથી સૌથી વધુ નુકશાન ઓઝોન લેયરને થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code