
ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાને 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરીમાં વધારો થયો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશ કરીને પાકિસ્તાન સિક્યુરીટીએ 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમામાં ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનો ઘસી આવ્યાં હતા. માછીમારો કંઈ પણ સમજે તે પહેલા જ બંદુકના નાળતચે 3 ભારતીય મોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન મરીન બોટ અને માછીમારનું અપહરણ કરી કરાચી તરફ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ભારતીય માછીમારોના અપહરણના પગલે માછમારોમાં ભય ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના હરામીનાળામાંથી બીએસએફના જવાનોએ 20 પાકિસ્તાની બોટ શોધી કાઢી છે. તેમજ છ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા છે. તેમજ બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું અપહરણની ઘટના બને છે.