
- સોશિયલ મીડિયા પર હાલ એક મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ
- આ વીડિયોને 16 હજારથી વધુ લોકોએ જોયો છે
- આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ પણ કરવામાં આવ્યો છે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક અલમસ્ત મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા એક ટબમાં મદનિયું મસ્તી કરી રહ્યું છે. આ વીડિયોને 16 હજારથી વધુ લોકોએ જોયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સુસંતા નંદાએ આ વીડિયો ટ્વિટ કર્યો છે. મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને કાળઝાળ ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે. આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ કરવામાં આવ્યો છે અને 1950 લોકોએ તેને લાઇક કર્યો છે.
જુઓ વાયરલ વીડિયો
See who is chilling in this hot summer under the watchful eyes of mother pic.twitter.com/5yBhQYj73m
— Susanta Nanda IFS (@susantananda3) April 11, 2021
આ વીડિયોને ટ્વિટ કરીને નંદાએ કેપ્શન કર્યું છે કે, “જોવો ગરમીમાં મદનિયું મસ્તી કરી રહ્યું છે અને તેની માતા તેનું ધ્યાન રાખી રહી છે.”
નંદા પ્રાણીઓના આ પ્રકારના વીડિયો પોસ્ટ કરતા રહે છે. થોડા સમય પહેલા નંદાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તળાવમાં એક સિંહ અને બતક જોવા મળી રહ્યા હતા. સિંહ બતકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
(સંકેત)