1. Home
  2. ગુજરાતી
  3. કાજોલે શેર કર્યો કુછ કુછ હોતા હૈ મૂવિનો એક વીડિયો, કરણ જોહરે મજાક ઉડાવી
કાજોલે શેર કર્યો કુછ કુછ હોતા હૈ મૂવિનો એક વીડિયો, કરણ જોહરે મજાક ઉડાવી

કાજોલે શેર કર્યો કુછ કુછ હોતા હૈ મૂવિનો એક વીડિયો, કરણ જોહરે મજાક ઉડાવી

0
Social Share
  • સોશિયલ મીડિયા પર કાજોલ રહે છે ખૂબ એક્ટિવ
  • હવે કાજોલે ફિલ્મ કુછ કુછ હોતા હેનો એક વીડિયો કર્યો શેર
  • જેમાં તે શાહરૂખ ખાન સાથે સાયકલ ચલાવતી જોઇ શકાય છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કાજોલ ખૂબ જ એક્ટિવ રહે છે. આમ તો તે તેના ફોટા અને વીડિયોઝ કરતાં વધુ મીમ્સ શેર કરતી રહે છે. હવે કાજોલે સોશિયલ મીડિયા પર ફિલ્મ કુછ કુછ હોતા હેનો એક સીન શેર કર્યો છે જેમાં તે અને શાહરૂખ ખાન સાઇકલ ચલાવી રહ્યાં છે અને પછી તે શાહરુખની સાયકલ સાથે ટકરાઇને પડી જાય છે. આ વીડિયો શેર કરતા કાજોલે લખ્યું કે, હેપ્પી સાયકલ ડે તમને બધાને.

કાજોલની આ પોસ્ટ પર કરણ જોહરે પણ કમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, હે ભગવાન! મને આ સારી રીતે યાદ છે અને તે પછી શું ખયું તે ક્યારેય ભૂલી શકતો નથી.

https://www.instagram.com/p/CPpTk9WARE1/?utm_source=ig_web_copy_link

કાજોલ અને કરણ ખૂબ સારા મિત્રો છે. બંને એક બીજાની ખીચાઈ કરતા હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે, બંને બાળપણમાં જ એક પાર્ટીમાં મળ્યા હતા અને તે પહેલી મીટિંગમાં કરણને જોયા બાદ કાજોલ ખૂબ હસી હતી. તે પણ 10-15 મિનિટ માટે નહીં પણ અડધા કલાક માટે. આમ તો બંને મિત્રોએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કાજોલની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ ત્રિભંગામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કાજોલની સાથે તનવી આઝમી અને મિથિલા પાલકર મુખ્ય ભૂમિકામાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code