1. Home
  2. ગુજરાતી
  3. નંબરવાળા ચશ્મામાં પણ તમારો લૂક બનશે સ્ટાઈલિશ, બસ આ પ્રકારની ફ્રેમની કરો પસંદગી
નંબરવાળા ચશ્મામાં પણ તમારો લૂક બનશે સ્ટાઈલિશ, બસ આ પ્રકારની ફ્રેમની કરો પસંદગી

નંબરવાળા ચશ્મામાં પણ તમારો લૂક બનશે સ્ટાઈલિશ, બસ આ પ્રકારની ફ્રેમની કરો પસંદગી

0
Social Share
  • નંબર વાળા ચશ્માંમા પણ ફેશન
  • યૂવતીઓ રાઉન્ડ ફ્રેમ વધુ પસંદ કરે છે

આજકાલની ફાસ્ટ લાઈફમાં ઘણા લોકોને આંખોમાં નંબર જોવા મળએ છે,ઘણી સ્ત્રીઓ અસ્પષ્ટ દ્રષ્ટિથી પીડાય રહી હોય છે જેને લઈને કોઈ પણ કાર્ય કરવામાં તેઓને ચશ્માંની ખાસ દજરુર પડે જ છે, મોટે ભાગે આખો દિવસ દરમિયાન તેમણે ચશ્મા પહેરવા પડતા હોઈ છે, ત્યારે આપણે ચહેરાના આકાર પ્રમાણે ચશ્મા પસંદ કરવા જોઈએ, નંબર વાળા ચશ્માં કાયમ પહેરવાના હોવાથી તે આપણા ચહેરાને શૂટ થાય તથા અનુકુળ રહે તે પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે.

આજકાલ હવે નંબર વાળા ચશ્મા પણ અવનવી પેટર્નમાં માર્કેટમાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગર્લ્સ કેટ ફ્રેમ વધુ પસંદ કરે છે, કોલેજ કરતી યુવતીઓથી લઈને ઓફીસમાં જોબ કરતી યૂવતીઓમાં ગોળ ફેમનું ખૂબ ચલણ જોવા મળે છે, જે પ્રોફેશનલ લૂકને પરફેક્ટ પણ બનાવે છે.

ચહેરાના આકાર અનુસાર યોગ્ય ચશ્મા પસંદ કરવા માટે તે સરળ કાર્ય નથી. તેમ છતાં, એ સમજવું અગત્યનું છે કે આ માપદંડ નિર્ણાયક છે, ખાસ કરીને ચહેરા પ્રમાણે ચશ્માની પસંદગી કરવાની હોય છે, આ સાથે જ ચશ્માની ફેમ આંખો સાથે સેટ થાય કે નહી તે ચોક્કસ ધ્યાન આપવાનું રહે છે, જેથી કરીને તમારી નજર ચશ્મામાંથી પસાર થઈ શકે જ્યારે તમે જોવો ત્યારે ચશ્માની બહાર ન દેખાઈ એનું ધ્યાન રાખવું પડે છે.

ખાસ કરીને ગાંધીજીના ચશ્માં જે વર્ષો જુની ફેશન છે પરંતુ તે હવેના આ યુગમાં પણ પુનરાવર્તન પામી છે, આજકાલ લોકો ગાંઘીજી જેવી ગોલ્ડન ફેમ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે,આ ગોલ્ડન રાઉન્ડ ફેમ યૂવતીઓ સહીત યુવાનોને પણ આકર્ષક લૂક આપે છે.

જો તમે ઓફીસ માટે ચશ્માંની પસંગી કરો છો તો તમારે એ પ્રમાણે ફેમ પસંદ કરવી જોઈએ, ઓફીસમાં કેટ ફેમ આજકાલ યૂવતીઓ વધુ પસંદ કરે છે, આ સાથે જ ફેમ લેસ ચશ્માંનો પમ ઓફીસ વર્ક કરતી યૂવતીઓમાં ક્રેઝ જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code