1. Home
  2. ગુજરાતી
  3. આજથી યૂનાઈટેડ કિંગડમ માટેની આવતી જતી દરેક ફ્લાઈટ સેવા શરુઃ- એર ઈન્ડિયાએ આપી માહિતી
આજથી યૂનાઈટેડ કિંગડમ માટેની આવતી જતી દરેક ફ્લાઈટ સેવા શરુઃ- એર ઈન્ડિયાએ આપી માહિતી

આજથી યૂનાઈટેડ કિંગડમ માટેની આવતી જતી દરેક ફ્લાઈટ સેવા શરુઃ- એર ઈન્ડિયાએ આપી માહિતી

0
Social Share
  • આજથી બ્રિટન માટેની ફ્લાઈટ સેવા શરુ
  • બ્રિટનથી આવતી અને ઈન્ડિયાથી જતી ફ્લાઈટ સેવા શરુ
  • એર ઈન્ડિયાએ આપી માહિતી

દિલ્હી – ભારતીય વિમાન કંપની એર ઇન્ડિયાએ યુનાઇટેડ કિંગડમથી આવનારી અને અહીંછી જનારી  તમામ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયા કંપનીએ કહ્યું કે યુકેની તમામ ફ્લાઇટ્સ 1લી મેથી ફરીથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને યુકેએ 24 એપ્રિલથી 30 એપ્રિલથી બધી ફ્લાઇટ્સની ઉડાન પર રોક લગાવી હતી

બ્રિટને ભારતને તેની રેડ લિસ્ટમાં મુક્યું હતું, જેનો અર્થ એ કે આ દેશોમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે અને તે સ્થળોએથી આવતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. બુધવારે એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે 1 મેથી મુંબઇ અને લંડનની ફ્લાઇટ્સ ઉડાન ભરશે. 2 મેના રોજ દિલ્હીથી લંડન સુધીની ફ્લાઇટ્સ ઇડાન ભરશે.

આ સિવાય કંપનીએ માહિતી આપી હતી કે બેંગ્લોરથી લંડન સુધીની ફ્લાઈટ સેવા પણ શરુ કરવામાં આવશે પરંતુ તે 5 મેથી શરૂ થશે. એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ, મોબાઇલ એપ્સ, કોલ સેન્ટર્સ અને અન્ય સ્થળોએથી ટિકિટ બુક કરાવી શકાય છે.

જો કે, કંપનીએ તમામ યાત્રીઓને અપીલ કરી છે કે મુિસાફરી દરમિયાન કોરોનાના નિયમોનું સખ્તપણે પાલન કરવાનું રહેશે તમામ જવાબદારીઓ યાત્રીની રહેશે બ્રિટનને નિયમોના ભઁગ કરવા પર કડક પગલા ભરવાનું સુચવ્યું છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code