
પંચાયતોના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટે શુક્રવારે લેવાનારી પરીક્ષા હાઈકોર્ટના હુકમથી રદ
અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલ તારીખ 27મી ના રોજ પંચાયતોના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુષો) સંવર્ગના કર્મચારીઓ માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા અને હાઈકોર્ટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય આપતા પંચાયત વિભાગમાં અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ના કર્મચારીઓની સ્પર્ધાત્મક પરીક્ષા દર કરવાના આદેશ બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ બી.સી.પરમારે આ સંદર્ભે અમદાવાદ,પાટણ,, બનાસકાંઠા, પાલનપુર, વડોદરા,ભચ, આણદં પંચમહાલ, ગોધરા મહીસાગર લુણાવાડા અરવલ્લી મોડાસા સાબરકાંઠા હિંમતનગર ગાંધીનગર નવસારી મહેસાણા છોટાઉદેપુર વલસાડ તાપી–સુરત પોરબંદર ખેડા બોટાદ ભાવનગર જામનગર રાજકોટ જુનાગઢ કચ્છ અને નર્મદા જિલ્લા પંચાયતના ડીડીઓને તાકીદનો પત્ર ઈમેલ દ્વારા પાઠવીને આવતીકાલ તારીખ 27મી ની પરીક્ષા રદ કરવાની સૂચના આપી છે.પંચાયત વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાંથી કુલ 322 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા લેવાની હતી. આ પરીક્ષાના આયોજન માટે પંચાયત વિભાગ દ્વારા સેવા પસંદગી મંડળને સુચના આપવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટના ઓરલ ઓર્ડર બાદ તે રદ કરવામાં આવી છે