1. Home
  2. ગુજરાતી
  3. વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી PMને વિરાટ કોહલીની સિગ્નેચર વાળી બેટ આપી ભેંટ
વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી PMને વિરાટ કોહલીની સિગ્નેચર વાળી  બેટ આપી ભેંટ

વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી PMને વિરાટ કોહલીની સિગ્નેચર વાળી બેટ આપી ભેંટ

0
Social Share
  • વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી પીએમને ખાસ ભેંટ આપી
  • વિરાટ કોહલીની સિગ્નેચર વાળી  બેટ આપી ભેંટમાં

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે  કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને મળ્યા હતા તેમની આ મુલાકાત ખાસ હતી. જયશંકરે માર્લેસને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. ક્રિકેટનો મજબૂત દોર બંને દેશોને જોડે છે, તે  આ વાતને પ્રતિબિંબિત કરે છે.

માર્લ્સ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. માર્લેસે એક ટ્વિટમાં કહ્યું, ‘અમે બંનેએ વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા કરી. સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં અમારો વધતો સહયોગ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ લાવશે.

આ સાથે જ જયશંકરે કહ્યું કે, ઉદાર લોકશાહી તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા કાયદાનું પાલન કરતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશનની સ્વતંત્રતા, બધા માટે વિકાસ અને સુરક્ષામાં વિશ્વાસ રાખે છે.અને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માને છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આર્થિક અને વ્યૂહાત્મક બંને રીતે પુન: આકાર આપવામાં આવી રહ્યો છે.

 

આ ભએંટ મએળવીને નાયબ પ્મારધાન ખુશ થયા હતા તેમણે આ બાબતે ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે  ‘કેનબેરામાં એસ જયશંકર સાથે સુખદ મુલાકાત થઈ. ક્રિકેટ પ્રત્યેના પ્રેમ સહિત ઘણી વસ્તુઓ છે જે આપણને એક સાથે બાંધીને રાખે છે. આજે તેણે મને ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીની સહી કરેલું બેટ આપીને મને આશ્ચર્યચકિત કર્યું છે.

ન્યૂઝીલેન્ડની પોતાની પ્રથમ યાત્રા પૂરી કરીને કેનબેરા પહોંચેલા જયશંકરે અગાઉ એક ફોટો  શેર કરતા ટ્વિટ કર્યું હતું કે, ‘તિરંગા સાથે કેનબેરામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રેલિયાની જૂની સંસદ ભવન દેશના રંગોમાં રંગાયેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે. જયશંકરની ઓસ્ટ્રેલિયાની આ બીજી મુલાકાત છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code