
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું ‘ભારતનું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’
- ‘ભારતું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’-મંત્રી જયશંકર
- એસ જયશંકર બે દિવસ મ્યાનમારની મુલાકાત લેશે
તના દિલ્હીઃ- ભારવિદેશ મંત્રી એસ જયશંકર અનેક મોર્ચે ભારતનું પ્રતિનિધ્તવ્ કરી રહ્યા છે, વિદેશની મુલાકાત દરમિયાન ભારતનુ મજબૂત નેતૃત્વ પ્રદશીત કરવાનું તેમનું કાર્ય સફળ રહેતું હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે અને હવે વિશ્વને આપણી પાસેથી વધુ અપેક્ષાઓ છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં હવે પરિવર્તન આવેલું આપણે જોઈ શકીએ છે. આપણે આપણી જાતને એક અલગ વ્યૂહાત્મક વાતાવરણમાં જોઈએ છીએ.
આ સાથે જ તેમણે વધુમાં કહ્યુંહતુ કે, કોરોનાએ દેશ સામે ઘણા ઘાર્યા વગરના પડકારો રજૂ કર્યા છે. એક પડકાર સપ્લાય ચેન જાળવવાનો હતો, વિદેશ મંત્રીએ દવાઓ અને તબીબી સાધનોની ખરીદીમાં ઘણા દેશોમાં ભારતીય મિશન દ્વારા ભજવવામાં આવેલી સક્રિય ભૂમિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. તેમણે ભારતીય નાગરિકો અને વિદેશમાં વસતા સમુદાયને સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પણ રેખાંકિત કર્યા હતા.
ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા 22 અને 23 ડિસેમ્બરે મ્યાનમારની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બે દિવસની મુલાકાત દરમિયાન વિદેશ સચિવ રાજ્ય વહીવટી પરિષદના સભ્યો, રાજકીય પક્ષોને મળશે. આ દરમિયાન મ્યાનમારમાં સુરક્ષા અને માનવતાની સાથે ભારત-મ્યાનમાર સરહદને લઈને રાજકીય પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.